રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત પ્રેરણાદાયી કાર્યશૈલી દ્વારા સમાજ સેવામાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર. ગ્રુપ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિફાઈનરી આસપાસના ગામો કાનાલુસ, સેતાલુસ, પડાણા, મોટી ખાવડી, નાની ખાવડી, સિક્કા, વસઇ તથા રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપની સેવા કાર્યરત મહિલાઓને તેમની ઉમદા કામગીરી બદલ પ્રશસ્તની પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ટાઉનશીપની બહેનો સીએસઆર ટીમ સાથે સ્વયંસેવક તરીકે જોડાઈ વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ઉત્કર્ષની પ્રવૃતિમાં યોગદાન આપે છે. આ પ્રસંગે બેટી બચાવો, બેટી પઢાવો વિષય ઉપર નૃત્ય નાટીકા સહીતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા. આ પ્રસંગે નિવેદિતા ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતી નીપાબેન પટેલ તથા રીલાયન્સના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.