મોરબીમાં જુગાર રમતા 10 ઝડપાયા

એલસીબીએ રૂા.19.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મોરબી તા.14
મોરબીના લાલપર ગામ પાસે આવેલ ફેકટરીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે દરોડો પાડી 19, 25,500 ના મુદામાલ સાથે 6 જુગારીઓને દબોચી લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ પાછળ વિશાલદિપ કમ્પાઉન્ડમાં આવેલ સંતોષ ગ્રાઇડીંગ નામની ફેકટરીમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી તીનપતીનો જુગાર રમી રહેલા ચતુર પ્રાગજી અઘારા રહે. રવાપર રોડ, કમા પીઠા મકવાણા
રહે. ડેલ્ફી સીરામીક ક્વાર્ટરમાં, ભરત કેશવજી અઘારા રહે. ભાગ્યલક્ષ્મી એપા., ભરત ગોરધન અધારા રહે. ભડીયાદ, લાલજી શામજી સોરીયા રહે. મહેન્દ્રનગર, મહેશ ગોરધન અઘારા રહે. ભડીયાદવાળાઓને રોકડ રકમ રૂ.1,65,000, બે કાર (મારૂતી સીયાઝ, મારૂતી એસકોટ) કિ રૂ.17,00,000, મોટરસાયકલ 1 કિ. રૂ. 10000, તથા મોબાઈલ ફોન નંગ 8 કિ.રૂ. 50500 સહિત કુલ રૂ. 19,25,500 ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરફેક્ટ પ્લાઝામાં દુકાન નં.3 માં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી જઇને જુગાર રમતા કમલ ચંદુ બાવરવા, વિકાસ પટેલ, મયુર વરસડા અને ગોવિંદ રાજપરા રહે બધા મોરબીવાળાને રૂા.23000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીર: મનીષ ભોજાણી)