જામનગરના વહીવટી તંત્ર દ્વારા ભૂકંપ સંદર્ભે યોજાશે મોકડ્રીલ

બોર્ડ પરીક્ષાર્થીઓ, ગભરાતા નહીં! સાયરન વાગશે પણ એ મોકડ્રીલની હશે 16મીએ જામનગર-જોડિયાના ગામોમાં મોકડ્રીલ યોજાશે
જામનગર તા.14
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કેટલાક ગામો ભૂકંપની દ્રષ્ટીએ સેન્સેટીવ ઝોનમાં ગણાય છે જેથી તેણે ઝોન-પ નો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે જામનગર ઝોન-4 માં આવે છે, જેથી રાજ્ય સરકારની સુચના અને ગાઇડલાઇન મુજબ જામનગર સહિત ગુજરાતના આઠ જીલ્લાઓમાં અલગ-અલગ સ્થળો પર સરપ્રાઇઝ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગમાં 16 મી તારીખે જામનગર જીલ્લામાં પણ મોકડ્રીલનું આયોજન હાથ ધરાયું છે.
જામનગર જીલ્લાની તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ભૂકંપ માટેની આ મોકડ્રીલમાં જોડાશે અને એનડીએના ઘપ જવાનો અન મોકડ્રીલ માટે આવતીકાલે જામનગર આવી પહોચશે. જેમાં પૂર્વ મેજર વી.કે.દત્તા માર્ગદર્શન આપશે. જામનગર જીલ્લા કલેકટર રવિશંકર દ્વારા યોજાયેલી પત્રકાર પરીષદમાં માહિતી આપતા જણાવાયું હતું કે જામનગર જીલ્લામાં ગેસ અને પેટ્રોલની પાઇપલાઇનો આવેલી છે ઉપરાંત બે મોટી રીફાઇનરીઓ પણ આવેલી છે. જ્યાં એમોનિયાનો પ્લાન્ટ છે અને ક્રુડના મોટા સ્ટોરેજો પણ છે. જામનગર જીલ્લો ભૂકંપની દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાય છે. જેમાં ખાસ કરીને જોડીયાના કેટલાક ગામો ઝોન-પ માં આવે છે. જે ભૂકંપની દ્રષ્ટીએ સૌથી સેન્સેટીવ ઝોન ગણાય છે. જ્યારે જામનગર શહેર તેમજ જીલ્લાનો બાકીનો અન્ય વિસ્તાર ઝોન-4 માં આવતો હોવાથી ભૂકંપ અને વાવાઝોડાની પણ અવારનવાર શકયતા રહેલી છે.
અગાઉ વાવાઝોડાથી જીલ્લામાં મોટું નુકસાન પણ થયું છે. જેથી જામનગર જીલ્લામાં વધુ જોખમ હોય રાજ્યમાં કચ્છ-બનાસકાંઠા-રાજકોટ અને ગાંધીનગર સહિત જામનગર જીલ્લામાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂકંપ આવે તો શું કરી શકાય અને કઇ રીતે બચી શકાય અથવા છ રીસર્ચ સ્કેલનો ભૂકંપ આવે તો કેવી મુશ્કેલીઓ પડે છે અને લોકોની ભાગદોડ થાય - મકાનો ધરાશાયી થઇ જાય આવા સમયે તંત્ર દ્વારા કેવા પગલા લેવામાં આવી શકે છે તે બધુ આ મોકડ્રીલમાં જોવા મળશે. લશ્કરની ત્રણે’ય પાંખ જોડાશે
જામનગર જીલ્લા ગ્રામ્ય તાલુકા અને જીલ્લા કક્ષાએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે અને કોઇપણ જાતની આફતના સમયે જનરેટર, તરવૈયાઓ, જેસીબી મશીનો સહિતની ચીજવસ્તુઓ કયાં-કયાંથી વહેલી તકે ઉપલબ્ધ બની શકે તે માટેનું અગાઉથી આયોજન છે. ઉપરાંત હેમ રેડિયો, વાયરલ સેટ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આગામી 1પમી તારીખના દિવસે તમામ આયોજન માટેની અંતિમ મહત્વની બેઠક મળશે અને 16મીના રોજ કેટલાક સ્થળો પર મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવશે. શરૂઆતમાં સાઇરન પણ વગાડવામાં આવશે અને કેટલીક હોસ્પીટલો પણ ખાલી કરાવાશે. જામનગરની ત્રણેય લશ્કરી પાંખના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ આ મોકડ્રીલમાં જોડાશે. આ મોકડ્રીલ સમયે ધો.10 થી 1ર ના વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારનો ગભરાટ રાખવાની જરૂર નથી અને નિર્ભય રીતે પોતાનું પરીક્ષા કાર્ય પુર્ણ કરવાનું છે તેમ જીલ્લા કલેકટરે જણાવ્યું છે. મોકડ્રીલ દરમિયાન કોઇપણ જાતની અફવા ન ફેલાય તેવો પણ ખ્યાલ રાખવામાં આવશે. (તસવીર: સુનિલ ચુડાસમા)