બંગાળી અખબારમાં પોતાનો બોગસ ઈન્ટરવ્યૂ છપાતા અનુષ્કા કાળઝાળ


મુંબઇ તા.14
કલકતાના એક બંગાળી ન્યુઝપેપરે અનુષ્કા શર્માનો બનાવટી ઈન્ટરવ્યૂ છાપતા તેણે નારાજગી વ્યકત કરી હતી. આ ઈન્ટરવ્યુમાં અનુષ્કાના કવોટ સાથે લખવામાં આવ્યું હતું. એમ એકબીજાને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો જ ઉગ્ર અમારો ઝઘડો પણ હોય છે અમે બનને ખુબ જલદી ગુસ્સે થઇ જઇએ છીએ. પરંતુ વિરાટ ખુબ જલદી શાંત થઇ જાય છે.
આ ઈન્ટરવ્યૂમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અનુષ્કાએ તેના લગ્ન બાદ પહેલી વાર તેની પર્સનલ લાઈફ વિશે વાતચીત કરી છે. આ સમાચારથી નારાજ થઇ અનુષ્કાએ આ ન્યુઝપેપરના તેના ઈન્ટરવ્યૂનો ફોટો શેર કરતા ટવીટ કર્યુ હતું કે એક પ્રખ્યાત ન્યૂઝપેપરમાં મારો બનાવટી ઈન્ટરવ્યૂ જોઇને મને ખુબ જ શોક લાગ્યો છે. હું આ વાતને ક્લિયર કરવા માગું છું કે મેં મારી લાઈફમાં કયારેય તેમની સાથે અથવા તો કોઇની પણ સાથે આવો ઈન્ટરવ્યૂ નથી કર્યો. તમારી પર્સનલ ફ્રિડમનો તેઓ કેવી રીતે દુરુપયોગ કરે છે એનું આ ઉદાહરણ છે.