રામાયણ પરની ફિલ્મમાં ઋત્વિક રામ અને સલમાન હનુમાન બનશે


મુંબઇ તા.14
મધુ મેન્ટેના ઉત્તર પ્રદેશ સરકાર સાથે મળીને 500 કરોડ રૂપિયાના એક પ્રોજેકટ પર કામ કરી રહી છે. આધુનિક રામાયણ ત્રણ ભાગમાં બનાવાવની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. ફિલ્મ જગત સાથે સંકળાયેલા દરેક સિતારાને આ ફિલ્મમાં સ્થાન આપવાની વાત મધુએ જણાવી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટની ડિટેલ્સ ધીમે ધીમે રિલીઝ કરી દેવામાં આવશે. એનિમેટેડ સિરીઝ તરીકે આ રામાયણને રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં રામ અભિનેતા રિતિક રોશન તો શ્રી રામના પરમ ભકત હનુમાનના કિરદારને સલમાન ખાન જ્યારે સીતાની ભૂમિકામાં રાધિકા આપ્ટે જોવા મળવાની છે. દશરથના પાત્રમાં અમિતાભ બચ્ચન અને રાવણ તરીકે રજનીકાંત જોવા મળશે એવી ચર્ચા છે.