‘ધ વોઈસ ઈન્ડિયા કિડ્સ-2’માં માનસી સહારિયા બની વિજેતા


મુંબઇ: રિયાલિટી સિગિંગ શો ધ વોઇસ ઇન્ડિયા કિડસ ટુની વિજેતા અગિયાર વર્ષની માનષી સહારિયા બની છે. કોચ પલકની ટીમની સ્પર્ધક માનષી એક એવા ગામમાં રહે છે, જેની લોકસંખ્યા માત્ર 300 છે. તેણે શોમાં વિજેતા બન્યા બાદ ગામનો અને વાલીઓનો આભાર માન્યો હતો. વોઇસ ઇન્ડિયા કિડ્સમાં ભાગ લેવા તેના વાલીઓએ ઉધાર નાણાં લઇને માનષીને મુંબઇ સ્પર્ધામાં મોકલી હતી. વાલીની મહેનત અને માનષીના સંગીતના જાદુએ તેને સફળતા અપાવી શોની વિજેતા બનાવી હતી. માનષીની ગ્રાન્ડ ફિનાલેમાં ટક્કર શ્રુતિ ગોસ્વામી, સકીના મુખિયા, ગુતાંસ કૌર, નિલાંજના રોય, મોહમ્મદ ફાઝિલ સાથે હતી.