ભારતીય ટીમમાં પુનરાગમન માટે આઈપીએલ પ્લેટફોર્મ નથી: અશ્ર્વિન


નવી દિલ્હી તા.14
ભારતીય ક્રિકેટમાં આવી રહેલા નવા નવા પ્રતિભાવંત ખેલાડીઓને કારણે સીનિયર ખેલાડીઓ પર દબાણ વધી રહહ્યુ છે. આવી જ કાંઈક હાલત સ્પિનાર આર. અશ્ર્વિનની છે. કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલને મળી રહેલી સફળતાને પગલે અશ્ર્વિન માટે વન ડે ટવેન્ટી 20 ક્રિકેટમાં યુનરાગમન કરવું મુશ્કેલ બની રહ્યું છે. એમ સમજાય છે કે, અશ્ર્વિન હવે માત્ર ટેસ્ટ ક્રિકેટ મટિરિયલ બનવા લાગ્યો છે.આઈ.પી.એલ 2018 માં રવિચંન્દ્ર અશ્ર્વિન ‘કિંગ્ઝ ઈલેવન પંજાબ’ ટીમનું સુકાન સંભાળશે અને ટીમમાં યુવરાજ જેવા સાથી ખેલાડી અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દર સેહવાગ જેવન સેન્ટરનો સાથ તેને પ્રાપ્ત થવાનો છે.
આજે નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચિતમાં અશ્ર્વિને એ પ્રશ્ર્નનો સ્પષ્ટપણે ‘ના’ માં જવાબ આપ્યો હતો કે, આઈ.પી.એલ. પ્લેટફોર્મનો ઉપયોગ તે ભારતીય વન ડે/ટી 20 ટીમમાં પુનરાગમન માટે કરશે કે કેમ?અલબત અશ્ર્વિને એમ કહ્યું કે, મારી ક્રિકેટ કારકિર્દીના જુદાજુદા તબક્કે યુવરાજ અને સેહવાગ મારા કેપ્ટન રહી ચૂક્યા છે આગામી આઈપીએલમાં બે માસ દરમ્યાન મને તેઓની પાસેથી ઘણું શિખવા મલશે.અશ્ર્વિન ભૂતકાળમાં તેના હોમ સ્ટેટ તામિલનાડુની ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. જોકે પ્રથમ જ વખત તેને આઈપીએેલ જેવા મુકાબલામાં ટીમનું સુકાન મળ્યું છે. અશ્ર્વિન સારી રીતે સમજે છે કે મોટી જવાબદારી છે. અશ્ર્વિને એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, કિંગ્ઝ ઈલેવન પંજાબની ટીમના ઈતિહાસમાં વર્તમાન ટીમ કાગળ પરતો સૌથી શક્તિશાળી જણાય છે, પરંતુ સ્પેશિયાલિસ્ટ વિકેટકીપરની ખોટ જરૂર છે.