શમી દંપતી વચ્ચેના વિવાદમાં નવો ફણગો

નવીદિલ્હી તા.14
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક નવો વળાંક આવ્યો છે. મોહમ્મદ શમીના નજીકના લોકોનું કહેવું છે કે બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનું કારણ છે યુપીમાં અમરોહામાં ખરીદેલું કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શમી અમરોહના અલી નગર ગામમાં ખરીદેલા ફાર્મ હાઉસ પર સ્પોર્ટસ એકેડમી ખોલવા માંગે છે. પરંતુ હસીન જહાં શમીના આ ઈનવેસ્ટમેન્ટથી ખુશ નથી, હસીન જહાં અમરોહાને બદલે પશ્ચિમ બંગાળમાં પ્રોપર્ટી ખરીદવા માંગતી હતી. શમી દ્વારા ખરીદેલું ફાર્મ હાઉસ 60 એકર એટલે કે 150 વીધા જમીન પર ફેલાયેલું છે, જેની માર્કેટ કિંમત અંદાજીત 12-15 કરોડ રૂપિયા થાય છે. શમીએ આ ફાર્મ હાઉસનું નામ પોતાની પત્ની હસીન જહાંના નામ પર રાખ્યું છે પરંતુ કાયદાકીય રીતે ફાર્મ હાઉસ પર હસીન જહાનો કોઈ ભાગ નથી. અમરોહામાં પ્રોપર્ટી ખરીદવાને કારણે જ શમી અને તેની પત્નીના લગ્ન જીવનમાં વિવાદ થયો છે.