IPL રૂા.2000 કરોડના એક સ્લોટ વેચાણનો સ્ટાર ઇન્ડિયાનો ટાર્ગેટ

મુંબઇ: અગિયારમી ઇન્ડીયન પ્રીમિયર લીગ શરૂ થવા આડે હવે થોડાક દિવસો બચ્યા છે ત્યારે સ્ટાર ઇન્ડીયાના અધિકારીઓ બને તેટલી વધારે એડવર્ટાઈઝીંગ કંપનીઓ સાથે કરાર કરવા માટે બેબાકળા બન્યા છે. કંપનીએ નક્કી કરેલો ર,000 કરોડનો ટાર્ગેટ વધારે પડતો લાગી રહ્યો છે અને હાંસલ કરવો લગભગ અશકય છે છતા અધિકારીઓ એડીચોટીનું જોર લગાવીને દોડી રહ્યા છે. અમે કુલ 34 ગ્રાહકો સાથે કરાર કર્યા છે. જેમાંથી વિવો, કોકાકોલા, એશિયન પેઇન્ટસ, સિયેટ ટાયર્સ, મેકમાયટ્રીપ વગેરે જેવી કંપનીઓ સાથે અતિઊંચા મુલ્યના સોદા પણ થયેલા છે. એમ સ્ટાર સ્પોર્ટસના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ અને એડ સેલ્સના હેડ અનિલ જયરાજે જણાવ્યું હતું. સ્ટાર ઇન્ડીયાના અને મીડિયા ખરીદી સાથે સંકળાયેલી કંપનીઓનાં કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે આઇપીએલ માટે માત્ર 800 કરોડની જ એડવર્ટાઇઝીંગ ઇન્વેન્ટરીનું વેચાણ થયું છે. સ્ટાર ઇન્ડીયાના એક ઉચ્ચસ્તરીય વેચાણ થયું છે. સ્ટાર ઇન્ડીયાના એક ઉચ્ચસ્તરીય સૂત્રે કહ્યું હતું કે જેવી આશા હતા તેવી રીતે એડનું વેચાણ થયું નહોતું. હવે ટાર્ગેટ પુરો કરવા માટે બીજા 1,100 થી 1,ર00 કરોડની જરૂર છે અને એડનો રેટ દૈનિક 40 કરોડથી વધારે છે ત્યારે આ ટાર્ગેટ પુરો થાય તેવું લાગતું નથી.