ભારતીય ક્રિકેટની જબરી વેલ્યૂ । પ્રસારણ હક્ક, ડિજિટલ રાઇટ્સ માટે પડાપડી

મુંબઇ તા.14
સ્ટાર ઇન્ડીયાએ ઇન્ડીયન પ્રીમીયર લીગ માટે વૈશ્ર્વિક મીડિયા રાઇટસ 16,347.પ કરોડના વિક્રમ ભાવે મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) હવે તેની બીજા નંબરની સૌથી મોટી પ્રોપર્ટી ‘ભારતીય ક્રિકેટ’ના પ્રસારણ અધિકારની હરાજી કરવા સજ્જ થઇ રહ્યું છે. બીસીસીઆઇ દ્વારા ર7મી માર્ચે થનારા ઇ-ઓકશનમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે.
આ પ્રસારણ અધિકાર પહેલી એપ્રિલ ર018 થી 31 માર્ચ ર0ર3 ની વચ્ચે હશે. બીસીસીઆઇના અધિકારીઓની સાથે સ્પોર્ટસ વિભાગ પણ સંમત છે કે મોટાભાગના ટીવી રાઇટસ માટે મુખ્યત્વે બે જ કંપની - સ્ટાર ઇન્ડીયા અને સોની પિકચર્સ નેટવર્કસ ઇન્ડીયા વચ્ચે સ્પર્ધા થશે. જો કે માહિતગાર સૂત્રોનું કહેવું છે કે હરાજીમાં આક્રમક બિડીંગ જોવા મળશે. બીડ કરનારી અન્ય કંપનીઓમાં ગુગલ, ફેસબુક, રિલાયન્સ જીઓ, એમેઝોન પ્રાઇમ વિડીયો અને ડિસ્પોર્ટ પણ સામેલ છે. મીડિયા નિરીક્ષકો માને છે કે ભારતીય પ્રસારણકાર ભારતના સ્પોર્ટસ પ્રસારણ અધિકારમાં ટીવી અધિકારમાં બે જ કંપની - સ્ટાર અને સોની વચ્ચે જંગ જોવા મળશે પણ ડિસ્કવરી (ડિસ્પોર્ટ) ડિજિટલ પ્લેયર રીલાયન્સ જીઓ કે એમેઝોન પ્રાઇમ સાથે કોન્સાર્ટિયમ બનાવી બીડ કરે તો તેને અવગણી ન શકાય. ગ્રુપએમ એન્ટરટેઇનમેન્ટ એન્ડ સ્પોર્ટસ ડિવિઝન ઇએસપી પ્રોપર્ટીઝના વિનીત કર્ણીકે જણાવ્યું હતું કે "બીસીસીઆઇના પ્રસારણ અધિકાર ક્રિકેટ વિશ્ર્વમાં સૌથી પ્રીમિયમ લાઇવ સ્પોર્ટસ ક્ધટેન્ટમાં સ્થાન પામે છે અને તેથી તેના દર અત્યંત ઊંચા છે.