ખંભાળીયા-કલ્યાણપુરમાં વરલીનો જુગાર રમાડતા બે-બે ઝડપાયા


જામખંભાળીયા તા.14
ખંભાળીયામાં રેલવે સ્ટેશન રોડ પર એક ઈકો મોટરકારમાં બેસીને વરલી-મટકાના આંકડા વડે જુગાર રહેલા સુલેમાન ઈબ્રાહીમ ગજણ અને ધર્મેશ ઉર્ફે ધનો નારણભાઇ તન્ના નામના બે શખ્સોને રૂા.5330/- રોકડા તથા વર્લીના સાહિત્ય સાથે આર.આર. સેલે ઝડપી લીધા હતા.
રૂા.ત્રણ લાખની ઈકો મોટરકાર, રોકડા તથા બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા.3,10,830/-ના મુદામાલ સાથે બન્ને શખ્સોની ધરપકડ અંગેની સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જ ટીમના સજુભા જાડેજા, અરજણભાઇ આહીર, ડી.ડી.પટેલ તથા કેશુભાઇ દ્વારા કરવામાં આવી હતી.
આર.આર.સેલનો દરોડો
કલ્યાણપુરમાં બસ સ્ટેન્ડ પાસેથી વર્લી-મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સો પર રાજકોટ રેન્જના આર.આર. સેલ ના સ્ટાફના સજુભા હમીરજી જાડેજા, ડી.ડી.પટેલ, અરજણભાઇ વિગેરેએ દરોડો પાડી, પ્રભુદાસ વલ્લભદાસ સોમૈયા અને અનવર મામદભાઇ બ્લોચ નામના બે શખ્સોને રૂા.3370/- રોકડા તથા બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.4370/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ દરોડા દરમ્યાન જગદીશ ઉર્ફે કનુ બચુભાઇ નામનો શખ્સો ફરાર થઇ જતાં પોલીસે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીર: કુંજન રાડિયા)