જામનગરમાં કારચાલકને લૂંટી લેનાર પકડાયો, બે ની શોધખોળ


જામનગર તા.14
જામનગરમાં સમર્પણ હોસ્પિટલ ઓવર બ્રીજ પાસેથી ઈકો કારમાં નિકળેલા અનીલભાઇ કણઝારીયા નામના કાર ચાલકને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરીને છરીની અણીએ કારમાં બેસી ઈકો કાર સહિત અપહરણ કરી ગયા હતા અને તેના ખિસ્સામાંથી રૂા.10 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી માર્ગમાં લુટારુઓ ધાકધમકી આપીને ઉતરી ગયા હતા અને ભાગી છુટયા હતા જે અંગેની ફરીયાદ સીટી સી ડીવીઝનમાં નોધાવાઈ હતી અને પોલીસ દ્વારા અજ્ઞાત લુટારુ ત્રિપુટીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સીટી સી ડીવીઝનના ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ જાડેજા અને તેમની ટીમે રામેશ્ર્વરનગર વિનાયક પાર્ક શેરી નં.2માં રહેતા દિપક ઉર્ફે દિપુ રાજેશભાઇ પારવાણી નામના શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તેના કબ્જામાંથી જીજે10 સી.એલ. 9035 નંબરનું બાઈક અને લુંટની રોકડ રકમ કબ્જે કરી છે તેને પોતાના બે સાગરીતો દિવલો ડોન સહિત લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાથી પોલીસ બે ફરારી સાગરીતોને શોધી રહી છે. (તસવીર: સુનીલ ચુડાસમા)