નવલખી બંદરે ડીપ ડિપ્રેશનની અસર થતાં એક નંબરનું સિગ્નલ મુકાયું


48 કલાક અસર રહેવાની શકયતા: કંટ્રોલરૂમ કાર્યરત
મોરબી: મોરબી જીલ્લાના નવલખી બંદર ખાતે ડીપ ડીપ્રેશનની અસર થતા એક નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. આગામી 48 કલાક રહેવાની શક્યતા હોવાથી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ પ્રેશરને લીધે સાવચેતીના ભાગરૂપે નવલખી બંદર પર સિગ્નલ 1 કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનની અસર આગામી 48 કલાક સુધી રહેવાની શક્યતા હોય કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તેમ કેપ્ટન એ.બી.સોલંકીએ જણાવ્યું હતું.