જાપાની વૈજ્ઞાનિકોએ 15 નવા ગ્રહ અને 3 સૂપર અર્થ શોધ્યા

ટોકિયો તા,14
દૂર-દૂર અંતરિક્ષમાં જીવનની શોધી કરી રહેલા વૈજ્ઞાનિકોને હાથ મોટી સફળતા લાગી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં 15 નવા ગ્રહોને શોધવાનો દાવો કર્યો છે. તેમાં ત્રણને સુપર અર્થ કહેવામાં આવી રહ્યો છે. તેમાંથી એકમાં વૈજ્ઞાનિકોને પાણી હોવાની પ્રબળ સંભાવનાઓ દેખાઇ છે. આની પહેલાં પણ વૈજ્ઞાનિકો દૂરદૂર અંતરિક્ષમાં હાજર કેટલાંક ગ્રહો પર પાણી હોવાની સંભાવના વ્યક્ત કરી ચૂકયા છે. મંગળ ગ્રહ પર
પાણીની શોધ ચાલી રહી છે અને ત્યાં વ્યક્તિ વસાવાને લઇ પણ અભ્યાસ ચાલી રહ્યો છે.
આ શોધ જાપાનના ટોક્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ કરી છે. તેના માટે તેમણે દુનિયાના કેટલાંક શ્રેષ્ઠ ટેલીસ્કોપોનો સહારો લીધો. તેમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનો ઊં2, હવાઇમાં હાજર સુબારૂ ટેલિસ્કોપ અને સ્પેનમાં હાજર નોરડિક ઑપ્ટિકલ ટેલીસ્કોપની મદદ લીધી અને તમામ આંકડા એકત્ર કર્યા. ત્યારબાદ આ આંકડાઓનો અભ્યાસ કર્યા બાદ આ ગ્રહોની શોધ કરી. તેના માટે તેમણે કેટલાંય અત્યાધુનિક સાધનોની પણ મદદ લેવી પડી. જાપાનના વૈજ્ઞાનિકોના મતે શોધવામાં આવેલ તમામ 15 ગ્રહ પોતાના સૌરમંડળમાંથી બહાર આવેલ છે એટલે કે તમામ એક્સોપ્લેનેટ છે. આ તમામ ગ્રહ લાલ રંગના તારાના ચક્કર લગાવી રહ્યાં છે. લાલ તારા કદમાં સામાન્ય રીતે નાના અને ખૂબ જ ઠંડા હોય છે. વૈજ્ઞાનિકોના મતે લાલ તારાના અભ્યાસથી ભવિષ્યમાં એક્સોપ્લેનેટ સાથે જોડાયેલ રસપ્રદ માહિતીઓ મળી શકે છે. તેના અભ્યાસથી બ્રહ્માંડમાં હાજર ગ્રહોના વિકાસ સંબંધિત માહિતી ઓ એકત્ર થઇ શકે છે. આ તાજા સંશોધનમાં શોધાયેલા 15 ગ્રહોમાંથી ત્રણ ગ્રહોને સુપર અર્થ કહેવાઇ રહ્યાં છે. આ ગ્રહ પૃથ્વીથી 200 પ્રકાશ વર્ષ દૂર આવેલા કે2-155 નામના તારાનું ચક્કર લગાવી રહ્યાં છે. ત્રણેય ગ્રહ કદમાં પૃથ્વીથી મોટા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તારાનું ચક્કર લગાવી રહેલા સૌથી બહારના ગ્રહ કે2-155 ડી પર પાણી હોઇ શકે છે. વૈજ્ઞાનિક હવે આ ગ્રહો પર વધુમાં વધુ અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યાં છે. જેથી કરીને ભવિષ્યમાં દૂરદૂર અંતરિક્ષમાં જીવનની સંભાવનઓ મળી શકે.