સોમનાથ મંદિર પરિવારમાં ઈંટ પૂજન: શોભાયાત્રા નીકળી

ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન: વિવિધ સમાજો, યાત્રીઓ, દાતા પરિવાર પારંપારિક વસ્ત્રોમાં સુંદર ફલોટ્સ સાથે નીકળેલી શોભાયાત્રામાં વિશાળ સમૂદાય જોડાયો
વેરાવળ તા,14: શ્રી સોમનાથ એ હરિહરનું તીર્થધામ છે, પ્રથમ જ્યોતિલિર્ંગ સોમનાથ મહાદેવ સાથે શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ પોતાની નિજધામ પ્રસ્થાન લીલા જે ક્ષેત્રમાં રચી એવુ પવિત્ર તીર્થસ્થાન એટલે ગોલેકધામ તીર્થ શ્રી સોમનાથ મંદિરથી દોઢ કિલોમીટર દૂર આગળ જતાં હિરણ નદીના કાંઠે આ મહાપાવન તીર્થ બિરાજમાન છે. શ્રી પ્રભાસ ક્ષેત્રના આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય નિજધામ - પ્રસ્થાન લીલાનું અદ્ભૂત વર્ણન મહાભારત, શ્રીમદ્ ભાગવત, વિષ્ણુ પુરાણ વિગેરે પ્રાચીન ધર્મગ્રથોમાં અદ્ભુત રીતે વર્ણવવામાં આવેલ છે. સ્વામીશ્રી જ્ઞાનાનંદ સરસ્વતીજીએ પ્રભાસની કાલગણના કરી છે. કાલગણના મુજબ ઇ.સી. પૂર્વે 3102 વર્ષ પહેલા, ચૈત્ર શુકલ એકમના દિવસે, શુક્રવારે મધ્યાહૃ બાદ 02 કલાક 27 મીનીટ અને 30 સેક્ધડ વેળાએ અંગ્રેજી કલેન્ડર મુજબ 18 ફેબ્રુઆરીના હિરણના આ પવિત્ર તટથી શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ સ્થુળ શરીરને અગ્નિથી બાળ્યા વિના યોગધારણા વડે, નિજધામ પ્રસ્થાન કર્યુ હતું. આ સ્થળ હાલે દેહોત્સર્ગ તીર્થના સંક્ષિપ્ત નામથી લોકપ્રિય છે. હિરણના શાંત અને પાવન તટે, યોગેશ્ર્વર ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલાના દર્શન કરાવતી ચરણપાદુકા અને બિરાજમાન છે.
ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઇ શ્રી બલરામજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અહીં થી જ પોતાનું મુળ શેષનાગરૂપ ધારણ કરી નિજધામ પ્રસ્થાન કર્યુ હતું. આ સ્થાન દાઉજીની ગુફાના નામથી દ્રશ્યમાન છે, અહિં પ્રાચીન ગુફા અને શેષજીનું પ્રતિક બિરાજમાન છે. શ્રીમદ્ ભાગવતના સ્કંધ 11-અધ્યાય 31-શ્ર્લોક 5 અને 6ના વર્ણન પ્રમાણે આક્ષેત્રનો ઉલ્લેખ છે જેમાં કહેવામાં આવેલું છે કે પિતામહ બ્રહ્મા અને અન્ય દેવ વિભૂતિઓને જોઇ, ભગાવનશ્રી કૃષ્ણ કમળ સમાન નેત્રો મીંચીને સમાધિસ્થ થયા જેમનું ધ્યાન અને ધારણા મંગલકારી છે, તેાવ સૌના પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણ, પાર્થિવ શરીરને યોગ અગ્નિથી અદગ્ધ રાખીને પોતાના સ્વાધામમાં પધાર્યા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી)એ પ્રભાસના આ સ્થાન પર સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવતનું પારાયણ કર્યુ હતું. ભારતમાં આવેલ વૈષ્ણવોની 84 બેઠકો પૈકી 65મી પુષ્ટિમાર્ગીય બેઠક અત્રે આવેલ છે.
શ્રી ગોલોકભાના વિકાસનો સંકલ્પ સોમનાથ વિશ્ર્વસ્ત મંડલ દ્વારા કરવામાં આવેલ છે. દાતાશ્રી શારડા પરિવાર તરફથી તીર્થ નિર્માણ કાર્ય શરૂ થનાર છે. શુભારંભ પ્રસંગે બ્રહ્મચોર્યાસી, સાધુ ભોજન અને નિર્માણ માટે વિધિવત પૂજાથી શુભ શુરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત દાતાપરિવારનું સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ દ્વારા કરવામાં આવેલ છે. મંદિર નિર્માણ શુભારંભ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન હરથી હરિ સુધી યોજવામાં આવેલ. જેમાં શ્રી સોમનાથ મંદિરથી સ્થાનીકો, વિવિધ સમાજો, યાત્રીઓ, દાતાપરિવાર સાથે પારંપરિક વસ્ત્રોમાં સુંદર ફલોટ્સ સાથે યાત્રા શ્રી સોમનાથથી શ્રી ગોલોકધામ તીર્થ પહોંચેલ. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી પ્રો.જે.ડી.પરમારની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઈંટોનું પૂજન
આ તકે દાતા સંતોષભાઇ સાડરા તથા પરિવારજનો સાથે ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ ટ્રસ્ટી જે ડી પરમાર સહિતના ઉપસ્થિત રહેલ ત્યારબાદ સોમનાથ મંદિરે થી એક ભવ્ય શોભાયાત્રા ગોલોકધામ તીર્થ સુધી નીકળેલ જેમાં વેરાવળ પાટણના શહેરીજનો ઉત્સાહ પુર્વક જોડાયેલ હતા અને ભગવાન શિવ વિવાહ પ્રસંગે જાનની ઝાંખી, શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ સહિત વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથેના ફ્લોટ્સ યાત્રામાં જોડાયેલ હતા આ સાથે જ પારંપારિક શણગાર સાથે ઊંટ, ઘોડા, રથ આ શોભાયાત્રાનું આકર્ષણ બનેલ અને યાત્રાની પૂર્ણાહુતિ ગોલોકધામ તીર્થ ખાતે થયેલ ત્યારબાદ ગોલોકધામ નિર્માણ શુભારંભે એક દીવાલ નિર્માણની કામગીરી કરવામાં આવેલ હતી. (તસવીર: રાજેશ ઠકરાર) (તસવીર: દેવાભાઇ રાઠોડ)