સોનિયાના ડિનરમાં વિપક્ષોનાં અન્ન ભેળાં પણ મન નોખાં!

ટીએમસી (મમતા બેનર્જી), ટીડીપી (ચન્દ્રાબાબુ નાયડૂ) બીજુ જનતા દળની ગેરહાજરી
નવી દિલ્હી તા.14
સોનિયા ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં ભાજપાની વિરૂદ્ધ વ્યાપક મોરચો બનાવાની વચ્ચે બુધવારના રોજ ડિનરપાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં 20 વિપક્ષી દળોના નેતા પહોંચ્યા હતા. જ્યારે ચર્ચા હતી તે પ્રમામે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર રહ્યાં નહોતા. તેવી જ રીતે ડિનર પછી રાજકીય એકતા સંદર્ભે પણ કોઇ નક્કર જાહેરાત થલ નથી.
સોનિયા ગાંધીના ઘરે વિપક્ષી દળોના ડિનરમાં સીપીઆઈ-એમ, સીપીઆઈ, તૃણમૂલ કોંગ્રેસ, સપા, બસપા, જદ-એસ, આરજેડી અને કોંગ્રેસ સહિત 20 વિપક્ષી દળોના નેતાઓએ ભાગ લીધો. આ ડિનરમાં એનસીપીના શરદ પવાર, સપાના રામગોપાલ યાદવ, બસપાના સતીશચંદ્ર મિશ્ર, રાજદના મીસા ભારતી અને તેજસ્વી યાદવ, માકપાથી મોહમ્મદ સલીમ, દ્રમુકથી કનિમોઝી, અને શરદ યાદવ વગેરેએ ભાગ લીધો હતો પરંતુ અન્ન ભેગાં એના મન ભેળા થયા લાગતા નહોતા.
કોંગ્રેસ સૂત્રોના મતે આંધ્રપ્રદેશની સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા), બીજદ અને ટીઆરએસના નેતાઓને આમંત્રણ મળ્યું નહોતું. તેદેપાએ તાજેતરમાં જ પોતાના મંત્રીઓને નરેન્દ્ર મોદી સરકારમાંથી હટાવી લીધા છે પરંતુ તેઓ રાજગનું ઘટક બનેલા છે. બીજદ અને ટીઆરએસનું ક્રમશ: ઓરિસ્સા અને તેલંગાણામાં શાસન છે. કહેવાય છે કે આ ડિનર બાદ આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળોની એકતાને બળ મળી શકે છે. યુપીએ અધ્યક્ષા પહેલાં જ સામાન્ય ચૂંટણીને લઇ વિપક્ષી દળો સાથે મતભેદને ભૂલી સાથે આવવાની અપીલ કરી ચૂકયા છે. કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી સિવાય અધ્યક્ષ રાહુલ ગાંધી, ડો.મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, એકે અંટોની, અને રણદીપ સિંહ સુરજેવાલા આ ડિનરમાં સામેલ થયા.
સોનિયા ગાંધીના આ ડિનરને લોકસભા ચૂંટણીમાં એનડીએની વિરૂદ્ધ એક મજબૂત મોર્ચો ઉભો કરવાની કોશિષ તરીકે જોઇ રહ્યાં છે. 2004ની ચૂંટણીમાં કોંગ્રેસે સહયોગી દળોને મળીને એક યુપીએ બનાવ્યું હતું અને રાજ્યોમાં ભાગીદારી કરીને ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન એનડીએને હરાવ્યું હતું. 20 પાર્ટીઓના નેતા ડિનરમાં થયા શામેલ
1. રામગોપાલ યાદવ, સપા
2. બદરૂદ્દીન અઝમલ, ઈંઅઞઉઋ
3. શરદ પવાર, એનસીપી
4. ઉમર અબ્દુલ્લા, પૂર્વ ઈખ-કાશ્મીર
5. તેજસ્વી યાદવ અને મીસા ભારતી, આરજેડી
6. હેમંત સોરેન, જેએમએમ
7. અજીત સિંહ- જયંત સિંહ, છકઉ
8. ડી.રાજા, સીપીઆઈ
9. મોહમ્મદ સલીમ, સીપીઆઈએમ
10. કનિમોઝી, ડીએમકે
11. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ
12. સતીશ ચંદ્ર મિશ્રા, બસપા
13. કેરલ કોંગ્રેસ પાર્ટી
14. બાબુલાલ મરાંડી, ઉંખખ
15. રામચંદ્રન- આએસપી
16. શરદ યાદવ, ઇંઝઙ
17. સુદીપ બંધોપાધ્યાય, ઝખઈ
18. જીતનરામ માંઝી, ઇંઅખ
19. કુપેન્દ્ર રેડ્ડી, જેડી-એસ
20. કોંગ્રેસ