કડવો પણ નરવો અને ગરવો: લીમડો

નવ દિવસ ઠાકોરજીને પણ લીમડાના રસનો ભોગ ધરાવાય છે દરરોજ નરણા લીમડાના રસમાં મીઠુ મરી નાખીને પીવાથી આખુ વર્ષ સ્વસ્થ રહેવાય છે લીમડાના પાન, મુળ, છાલ, ફળ ફુલ(મોર) વગેરે કોઇપણ સેવન કરી શકાય છે ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન ખાસ જરૂરી છે. લીમડાનું વૃક્ષ જેમ તડકામાં મીઠી છાયા આપે છે તેમ તેનામાં અમૃત જેવા ગુણો પણ રહેલા છે. ચૈત્ર મહિનામાં તેમાં નવા મોર બેસે છે તેથી આ મહિનામાં તેનું સેવન ઉપયોગી છે આપણે સહુ જાણીએ છીએ કે લીમડો શરીર માટે ફાયદાકારક છે તે ત્વચા, વાળ, આંખ માટે ફાયદાકારક છે. તેની આંતરીક રીતે તેમજ બાહ્ય રીતે ઉપયોગ કરીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
સૌથી સારી વાત એ છે કે તે સરળતાથી પ્રાપ્ય છે. લીમડાનો મુળ, છાલ, પાન, ફુલ અને ફળ દરેક ઔષધ તરીકે ઉપયોગી છે તે ઠંડક આપનાર, રોગનાશક તેમજ કલ્યાણકારી છે તે વાત પિત્ત કફનાશક છે.
તેમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ફાઇબર, કેલ્શિયમ આયર્ન, સોડીયમ, કોપર વગેરે તત્વો હોય છે. કફ, સોજો, પિત, ઉલ્ટી, થાક અરૂચ, બ્લડપ્રેશર, ડાયાબીટીસ, ત્વચાના રોગ આથી જ તેને આરોગ્ય દેવતા તરીકે ઓળખવામાં આવે છે.
લીમડાનું સેવન ગુણકારી છે પરંતુ ચૈત્ર મહિનામાં તેનું સેવન
મહત્વનું છે. લીમડાનો બાહ્ય ઉપયોગ ગમે તે રીતે કરી શકાય પરંતુ તેનું સેવન કરતી વખતે ખાસ વ્યકિતની પ્રકૃતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઔષધ તરીકે આરોગ્ય દેવતા
1 કપ લીમડાના ઝાડની છાલના ઉકાળામાં કોથમીર અને સૂંઠ મીકસ કરીને પીવાથી મેલેરીયા દુર થાય છે.
પેટના કોઇપણ પ્રોબ્લેમમાં લીમડાના પાન સુકવીને તેનો પાવડર બનાવી તેમાં હળદર અને સરસવ તેલ મિકસ કરી પેટ પર લગાવવાથી ફાયદો થાય છે.
ડાયાબીટીસમાં લીમડાના પાન અકસીર ગણવામાં આવે છે. લીમડાના કોમળ પાંદડા નરણા કોઠે ચાવવાથી સુગર કંટ્રોલમાં રહે છે.
લીમડાના પાન બાફીને સહેજ ગરમ હોય ત્યારે સોજા પર લગાવી ઉપર કપડુ બાંધી દેવાથી સોજામાં રાહત રહે છે.
લીમડાના કુંમળા પાન અને હરડે કે આંબળાની ચટણી કરીને બે માસ ખાવાથી સર્વ પ્રકારના કોઢ મટે છે.
લીમડાનાં પાન વાટીને હિંગ સાથે ખાવાથી કૃમિ મટે છે. ત્વચા અને વાળ માટે ઉપયોગી
લીમડાના પાનને પાણીમાં ઉકાળી આ પાણીને ઠંડુ કરીને ચહેરો ધોવાથી ત્વચા નરમ મુલાયમ બને છે. આજ પાણી વડે વાળ ધોવાથી તે કંડીશ્નરની ગરજ સારે છે.
સ્કીનના કોઇપણ રોગ કે એલર્જી સામે લીમડાના પાનની પેસ્ટ વાટીને લગાવવાથી રાહત રહે છે. વાળમાં આ પેસ્ટ લગાવવાથી ખોળો અને બીજા રોગ દુર થાય છે.
સ્નાન કરતી વખતે પાણીમાં લીમડાના પાન નાખવાથી પણ ત્વચાની સમસ્યા દુર થાય છે.
ત્વચાના કાળા દાગ દુર કરવા લીમડાના છાલની પેસ્ટ બનાવી લગાવવી. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ આ પંચકોલ ખાઇ નીરોગો રહો
1 કપ લીમડાના કુણા પાન તથા થોડા મોર (લીમડાના ફુલ)
1 ચમચી આંબલીના ઝીણા પીસ
1/4 ટી સ્પુન સાકર
1/4 ટી સ્પુન મીઠુ
1/4 ટી સ્પુન મરી
બધુ જ મિકસ કરી નવ દિવસ સુધી સેવન કરવાથી વર્ષ દરમિયાન તાવ આવતો નથી. તંદુરસ્તી જળવાઇ રહે છે તેમજ વાત પીત અને કફ ત્રણેય બેલેન્સ રહે છે.