યુવાસેના ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ


રાજકોટ,તા.13
યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા માયાણીચોક ખાતે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ટ્રસ્ટ દ્વારા જલસેવાકેન્દ્ર તેમજ છાશ સેવા કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવશે.
છાશ કેન્દ્રના દાતા હર્ષાબેન હરેન્દ્રસિંહ ડોડીયા દ્વારા વટેમાર્ગુઓને છાશ આપીને પ્રારંભ કરવામાં આવેલો. ટ્રસ્ટના આ સેવાકાર્યમાં ટ્રસ્ટ પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન તળે ટ્રસ્ટના અગ્રણી કાર્યકર્તાઓ હસુભાઇ સિદ્ધપુરા, સુમનબા જાડેજા, પ્રફુલ્લાબેન, સંજયભાઇ જાવીયા, વલ્લભભાઇ ડોબરીયા, મગનભાઇ ઠુમ્મર, કમલભાઇ, મીલન ગડીયત, નિરવ ગણાત્રા તેમજ હર્ષાબેન અનડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.