ફેન્સી ડ્રેસ, ડાન્સીંગ માહોલ વચ્ચે રાજકોટ બેસ્ટ બેબી કોન્ટેસ્ટ સંપન્ન


રાજકોટ તા,13
છેલ્લા 20 વર્ષથી એડર્વટાઈઝીંગ તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત એવી ધી કેમ્પેઈન એડ્સ દ્વારા બાળકોમાં રહેલ ટેલેન્ટ તેમજ ખાસીયતને બહાર લાવવા રાજકોટ બેસ્ટ બેેબી કોન્ટેસ્ટ 2018 યોજવામાં આવી હતી.
જેમાં ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ આરવ હોસ્પિટલના ડો.તત્સ જોષી તથા તેમની ટીમના 15થી વધારે પીડીયાટ્રીશ્યનના સીધા માર્ગદર્શનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકનું વૈજ્ઞાનીક પધ્ધતીથી મુલ્યાંકન કરવામાં આવેલું. સાથે સાથે બ્યુટી તેમજ ફેશન જગતમાં મોખરાનું સ્થાન ધરાવતા રીન્નીઝ બ્યુટી પાર્લરના ભાવનાબેન બગડાઈ તથા તેમની ટીમ દ્વારા બાળ સ્પર્ધકોના પહેરવેશ તેમની સ્ટાઈલ અને તેમનામાં રહેલ અન્ય ખુબીઓના આધારે મુલ્યાંકન કરવામાં આવેલુ.
બાળકોનું વાલીઓ સાથેનું મોડેલીંગ, ફોટોગ્રાફી, ગેઈમ્સ, ગ્રુપ ડાન્સમાં બાળકોએ સુંદર રીતે માણ્યા હતા. તદ્પરાંત કોમ્પીટીશનમાં ભાગ લેનાર બાળકો સાથે પેરેન્ટસ પણ સુંદર રીતે પોતાના બાળક સાથે ડ્રેસનું કોમ્બીનેશન કરી ઉપસ્થિત લોકોની દાદ મેળવેલ. આ ઈવેન્ટમાં પોતાના પરિવારના ભુલકાઓ સાથે આવેલ નાના-નાની, દાદા-દાદી, મામા-ભાણેજે પણ ઉત્સાહભેર ભાગ લીધેલ જેઓને પણ સ્પેશ્યલ ગીફટથી નવાજવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર બાળકો અને પેરેન્ટસને ઈવેન્ટના દિવસે જ જેમનો બર્થ-ડે હોય તેમને પણ એક સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવેલ હતી.
6 માસથી 3 વર્ષ સુધીના, 3 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીના તેમજ 5 વર્ષથી વધુ અને 7 વર્ષ સુધીના એમ કુલ ત્રણ વિભાગમાં વહેચવામાં આવેલ. જેમાં પ્રત્યેક વિભાગના તમામ સ્પર્ધકોનું વિવિધ નિષ્ણાતો દ્વારા અલગ અલગ પધ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવેલ. જેમાં વિવિધ વિભાગના વિજેતાઓ રવિવારના રોજ રાજકોટના ટાગોર રોડ પર આવેલ હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય સન્માન સમારંભમાં જાહેર કરવામાં આવેલ. વિજેતાઓને અનેક ઈનામો, સર્ટીફીકેટ તેમજ શિલ્ડ આપી સન્માનવામાં આવેલ છે. તેમજ દરેક સ્પર્ધાના મુખ્ય વિજેતાઓને અનેક ઈનામો, સર્ટીફીકેટ તેમજ શિલ્ડ આપી સન્માનવામાં આવેલ છે. તેમજ આ ઈવેન્ટના ઓફિશીયલ રેડિયો પાર્ટનર 93.5 રેડ એફ એમ.માં ગેસ્ટ રેડિયો જોકી બનવાની પણ તક આપવામાં આવેલ છે. સમગ્ર આયોજનને હોર્ડીંગ્ઝ, ન્યુઝપેપર, રેડિયો, સોશ્યલ મીડિયા કે ફેસબુક, વોટસએપ, બલ્ક ઈમેલ, મોલ મલ્ટીપ્લેકસ બ્રાન્ડીંગ જેવા અત્યાધુનિક માધ્યમથી પ્રસારીત કરવામાં આવી હતી.
આ એવોર્ડ સમારંભમાં વિવિધ કંપનીઓના ઓફિસરો તેમજ માલાબેન ભટ્ટ, પંકજભાઈ ભટ્ટ, મુણાલિનીબેન ભટ્ટ, નયનભાઈ ભટ્ટ, બીનાબેન કૌશિકભાઈ શુકલ, દિપ્તીબેન જીતુભાઈ કોઠારી, રૂપલબેન અતુલભાઈ રાજાણી, ભુમિકાબેન તત્સભાઈ જોષી, જયભાઈ સચદેવ, અવનીબેન, ધરાબેન માનીનભાઈ ભટ્ટ તથા ઉષાબેન વિપુલભાઈ શુકલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઈવેન્ટને સફળ બનાવવા કેમ્પેઈન એડ્ના ફાલ્ગુનીબેન શાહ, પરિતાબેન ત્રિવેદી, બંસી ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ કામીન દોશી, દેવેન ધુપેલિયા, શમીક ત્રિવેદી, જીતેન્દ્ર ઓઝા, મુખ્તાર ચાનિયા, ચિંતન પારેખ, ઝાહીદ ચૌહાણ, યુવરાજ જેઠવા, નિલેશ વ્યાસ, દેવાંગ વ્યાસ, ઘનશ્યામ બારૈયા, જતન ત્રિવેદી, વિશાલ ભટ્ટએ જહેમત ઉઠાવી હતી.