5000 છાત્રોએ સાંસ્કૃતિક વિવિધતા દર્શાવી


રાજકોટ તા,13
આર.કે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીસ માટે સ્પોર્ટસ અને સાંસ્કૃતિક ચીજોને આવરી લેતો સૌથી મોટો તહેવાર ગેલોર ઉજવવામાં આવે છે. આ વર્ષે ગેલોરના આયોજનમાં આરકે યુનિવર્સિટીના આઠ વિભાગોમાંથી 5000થી વધુ વિદ્યાર્થીઓએ 70 થી પણ વધુ સાંસ્કૃતિક અને સ્પોર્ટસની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જે એક મહિનાથી વધુ સમયથી ચાલી હતી.
ગેલોર 2018નો ગ્રાન્ડ ફિનાલે અને વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ તેમના પર્ફોમન્સ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવી તથા સૈનિકો અને શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. ઉપરાંત સામાજીક સમસ્યાઓ અને તેમના ઉકેલોને સ્કિટ અને માઈમ દ્વારા ખુબ સુંદર રીતે રજુ કર્યા હતા સાથે સાથે અદ્રુત સંગીત દ્વારા વિદ્યાર્થીઓએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. યુનિવર્સિટીના સ્ટાફના તમામ સભ્યોએ પણ સાંસ્કૃતિક અને સ્પોર્ટસ ઈવેન્ટના ભાગ લીધો હતો.
સંખ્યાબંધ મહાનુભાવો અને મહેમાનોએ કાર્યક્રમની શરુઆત કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ખોડીદાસભાઇ પટેલ (પ્રેસીડેન્ટ, આર.કે. યુનિવર્સિટી), ડેનીશ પટેલ (એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ, આર.કે. યુનિવર્સિટી), મોહીત પટેલ (વાઈસ પ્રેસીડેન્ટ, આર.કે. યુનિવર્સિટી), એન.એસ. રામાણી (રજીસ્ટ્રાર, આરકે યુનિવર્સિટી), ડો.ટી.આર. દેસાઈ (પ્રોવોસ્ટ, આરકે. યુનિવર્સિટી), ચેતન નંદાણી (ડેપ્યુટી કમીશનર, આરએમસી), જી.ડી. પરમાર (નિવૃત કસ્ટમ સુપ્રીડેન્ડન્ટ) તથા ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એજયુકેશનના મહાનુભાવો, ફેડ્રીક યુનિવર્સિટી, સાયપ્રસના સીએબીસીઆઈએન ટ્રેનર્સ અને આરકે યુનિવર્સિટીની તમામ સંસ્થાઓના ડીરેકટર્સ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.
આરકે યુનિવર્સિટીએ યુનિવર્સિટી પ્રત્યેના યોગદાન માટે સ્ટાફને સન્માનિત કરવાની પરંપરા ચાલુ રાખી આ વર્ષે પણ 10 વર્ષથી વધુ સમયથી જોડાયેલા સ્ટાફના સભ્યોને સન્માનિત કર્યા હતા.
ડેનિસ પટેલ (એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ-આરકે યુનિવર્સિટી) એ જણાવ્યું હતું કે અમને ખુશી છે કે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવિતઓમાં પણ પોતાની સર્જનાત્મકતા અને ઉત્સુકતા દર્શાવે છે જે તેમના વ્યક્તિત્વને ખરેખર સુદ્રઢ બનાવે છે અને તેમને સ્પર્ધાત્મક યુગમાં દ્રઢતાથી ટકી રહેવા માટે ખુબ જ વિશ્ર્વાસ આપે છે.