સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના 10 છાત્રો ¡ GPSC ફાઇનલમાં સિલેકટ


રાજકોટ તા.13
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી કલાસ 1-ર નું ઇન્ટરવ્યું લેવાયેલ હતું. તેમાં રાજકોટ ખાતે એનજીઓ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારની નોકરીઓ માટે 10 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઇ સંસ્થાનું નામ રોશન કરેલ છે.
આ સંસ્થા નીચે હાલ યુપીએસસી, જીપીએસસી તેમજ કલાસ-3 ની પરીક્ષાઓ માટે પણ વર્ગો ચાલે છે.
આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં યુપીએસસીની આઇએફએસ પરીક્ષામાં એક વિદ્યાર્થી પ્રકાશ સેલત ઉતીર્ણ થયેલ છે અને હાલ તેઓ ટ્રેઇનીંગમાં જોડાયેલ છે. આ રીતે સંસ્થાએ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
સંસ્થામાંથી અત્યાર સુધીમાં જીપીએસસી કલાસ 1-ર માં 3પ વિદ્યાર્થી, જીપીએસસી કલાસ-ર - ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફીસર-1, જીપીએસસી કલાસ-ર સીટીઓ/એઓ કલાસ-ર માં 4, બીનસચિવાલય કલાસ-3 માં ર0 વિદ્યાર્થી, તલાટીમંત્રી-1પ, જુનીયર કલાર્ક-16, સિનિયર કલાર્ક-4, પીએસઆઇ-રર, એએસઆઇ-રર, ચીફ ઓફીસર-ર, ડેપ્યુટી એકાઉન્ટ-1, જીપીએસસી ઇરીગેશન ડીપાર્ટમેન્ટ-1, ડેપ્યુટી સેકશન ઓફીસર-ર0પ્લસ ઉપરાંત વિદ્યાર્થીઓ નોકરીમાં જોડાયેલ છે.
આમ રાજકોટ ખાતે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સરદાર પટેલ ભવન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન નીચે અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા બીલ્ડીંગોમાં લાયબ્રેરી, વાંચનાલય, ડીઝીટલ લાયબ્રેરી વાતાનુકુલીન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરી તાલીમ મેળવી રહ્યા છે.
તાજેતરમાં જીપીએસસી કલાસ 1-ર ના જાહેર થયેલ પરીણામમાં સંસ્થામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનો સંસ્થા દ્વારા સન્માન સમારોહ તેમજ જીપીએસસી કલાસ 1-ર નો ફ્રી માર્ગદર્શન સેમીનાર તા.18-3 ને બપોરે 4 વાગ્યે રાખેલ છે.
સંસ્થા આ રીતે રોજગારલક્ષી તાલીમો માટે અગ્રસ્થાન ધરાવે છે. ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, સરદાર પટેલ ભવનના પ્રમુખ વલ્લભભાઇ સતાણી અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવેલ છે.