નહેરૂનગરમાં સફાઇના નામે લોલમલોલ:


રાજકોટ,તા.13
રૈયા રોડ, આમ્રપાલી સીનેમા પાસે આવેલા નહેરૂનગરમાં સફાઇ ના નામે ચાલતા લોલમલોલ સામે રાજકોટના મ્યુ. કમિશ્ર્નરે તંત્ર સામે લોક આંદોલન છેડવા તથા મ્યુ કમિશ્ર્નર બંછાનિધિ પાની વિરૂદ્ધ પાની વિરૂદ્ધ શહેરમાં પોસ્ટર વોર શરૂ કરવાની ચિમકી સામાજીક કાર્યકર બશીરભાઇ મેમણે આપી છે.
રાજકોટ શહેરનું મ્યુનિસીપલ તંત્ર અને કોર્પોરેટરો પ્રજાનું ધ્યાન ભટકાવવા સેલ્ફ પબ્લિીસીટીના ‘તાઇફા’માં વ્યસ્ત હોય શહેરના વોર્ડનં. 2માં રૈયા રોડ, આઝાદ ચોક, નહેરૂનગર-1 મસ્જીદે હવ્વા વાળી શેરીમાં સફાઇના નામે લોલમલોલથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. સુપ્રિમ કોર્ટના હુકમ વિરૂદ્ધ આ વિસ્તારમાં સફાઇ કામદારો દ્વારા કચરો એકઠો કરી જાહેરમાં સળગાવી લોક આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહી છે. તો વહીવટી તંત્ર દ્વારા આ સામે આંખ આડા કાન કરી ગુનાહીત બેદરકારી આચરવામાં આવી રહી છે. સફાઇ કામદારો દ્વારા મ્યુ. કમિશ્ર્નર ના આદેશોને ઘોળીને પી જવાયા છે. બીજી તરફ આ વિસ્તારમાં ટીપરવાન ટાઇમસર આવતી ન હોય તથા અનિયમીત હોય લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
મ્યુ. કમિશ્ર્નર નહેરા વિરૂદ્ધ રાજકોટમાં પોસ્ટરો લગાવનાર સામાજીક કાર્યકર બશીર મેમણે વર્તમાન મ્યુ. કમિશ્ર્નર બંછાનિધિ પાની વિરૂદ્ધ પણ શહેરમાં પોસ્ટર વોર શરૂ કરવા ચીમકી આપી છે.