ગુરૂવારે યુવાનોનું ઘડતર વિશે વાર્તાલાપ


રાજકોટ, 13
ધી ઈન્સ્ટટયુશન ઓફ એન્જીનીયર્સ સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર દ્વારા યુવાનોનું ઘડતર અંગેનો ઈજનેરી કોલેજોમાં ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો એક કાર્યક્રમ તા.15 ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 7 દરમ્યાન રવજીભાઈ પટેલ ઓડીટોરીયમ રાજકોટ એન્જી. એસો. ભકિતનગર ઈન્ડ એસ્ટેટ ભકિતનગર સ્ટેશન રોડ ખાતે યોજવામાં આવેલ છે.
રીપટેલ પટેલ જતીન કટારીયા ગુણવંત ઓગાન્જા ગ્રીનીજ હરીયા ડેનીશ પટેલ દિનેશ ખંભાયતા વિશાલ હોલાની જયંત જામુઆર નિલેશ સચદે માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અંતે ઓપન હાઉસ ચર્ચા પણ રાખવામાં આવેલી છે.