ધારાસભામાં ગોવિંદભાઇ પટેલ બોલ્યાં


રાજકોટ,તા.13
તમે કંઇ સારો વારસો મુકીને ગયા હો અને અમોએ તે વારસો રફે દફે કરી નાખ્યો હોય તો તમોને અમારો કાન પકડવાનો અધિકાર છે તેમ સામાન્ય બજેટની ચર્ચામાં ઉર્જાની માંગ પર બોલતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું.
પટેલે આંકડાઓ આમપતા જણાવ્યું હતું કે, 1961માં જ્યારે ગુજરાત અલગ બન્યું ત્યારે વખતે કુલ જીવ ઉત્પાદન 361 મે. વોટ હતું. સને 1995માં તે 9000 મે. વોટ સુધી પહોચેલ. 1995 થી શરૂ કરીને 2017 સુધીમાં 27050 મે. વોટ વિજળી ઉત્પાદન ભાજપ સરકારે કરીને સરપ્લસ રાજય તરીકે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. કોંગ્રેસના શાસનમાં એટલે કે 1961 થી 1995 સુધીમાં એવરેજ સમગ્ર ગુજરાતમાં ખેડુતોને વર્ષે 13000 જેટલા કનેકશનો આપવામાં આવતા હતા. જે ભાજપ સરકારે છેલ્લા 5 વર્ષથી લગલગાટ 1 લાખ સુધી ખેતી વાડીના વીજ કનેકશનો આપીને ખેડુતો અને ખેતી માટેની પ્રતિ બદ્ધતા સિધ્ધ કરી બતાવી છે. 20 વિઘા થી વધુ જમીન હોય તેવા સર્વેનં.માં 1 થી વધુ કનેકશનો મંજુર કરવાની હિમંત પણ આ સરકારે કરસ છે. 1960 થી 1995 સુધીમાં ગુજરાત રાજયમાં કુલ 563 સબ સ્ટેશનો બનાવેલ હતા જેની સામે ભાજપ સરકારે છેલ્લા 15 વર્ષમાં એટલેકે 2002 થી 2017 સુધીમાં 1221 નવા સબ સ્ટેશનો બનાવીને ગુણવતા યુકત વીજ પ્રવાહ મળી રહે તે માટે સ્તુત્ય કામગીરી કરેલ છે. છેલ્લા 5 વર્ષમાં 501 સબ સ્ટેશનો બનાવેલ છે અને આવતા વર્ષમાં પણ 100 નવા સબ સ્ટેશનો બનશે. આમ, દરેક ક્ષેત્રમાં કોંગ્રેસના શાસન કરતા અનેક ગણા કામો આ સરકારે કરી બતાવ્યા છે જેથી આ બાબતે કોંગેસને બોલવાનો કોઇ અધિકાર નથી તેમ અંતમાં પટેલ જણાવે છે.