નડીયાપરા પરિવારે પુત્રના લગ્નના આમંત્રણ રૂપે ચકલીના માળા આપ્યા


રાજકોટ તા,13
રાજકોટ નિવાસી હીરજીભાઈ વસ્તાભાઈ નડિયાદપરાના પુત્ર હિતેશના શુભ લગ્ન દેવજીભાઈ ખીમજીભાઈ લાઠીયાની પુત્રી પુજા તેમજ દેવજીભાઈ વસ્તાભાઈ નડિયાદપરાના પુત્ર દિપકના શુભ લગ્ન ગણપતભાઈ મોહનભાઈ સંચાણિયાની પુત્રી આરતી સાથે આજે લગ્નગ્રંથીથી જોડાશે ત્યારે પરિવારે ચકલી બચાવોનો સંદેશ આપવા માટે આમંત્રણ પત્રિકા રૂપે ચકલીના માળામાં આમંત્રણ આપ્યુ છે.
આ અંગે દેવજીભાઈ નડિયાદપરાએ જણાવ્યું કે ખરેખર વિચારીએ તો આમંત્રણ માટે બનાવેલ કંકોત્રીનો ઉપયોગ સગા સંબંધીઓ ન્ય કોઈ અને ખુદ આપણે પણ લગ્ન કઈ તારીખે, કઈ જગ્યાએ તથા જમણવાર કઈ તારીખે છે તેના માટે જ કરવા હોય છે. ત્યારબાદ આ કંકોત્રીનો ઉપયોગ ફકત રદી પસ્તી તરીકે જ કરાતો હોય છે. આ જોતા અમને તથા અમારા પરિવારના સભ્યોને એવો વિચાર આવ્યો છે. લગ્નમાં છપાવેલ કંકોત્રીનો ઉપયોગ ફકત રદ્દી પસ્તી ન થાય અને તેનો ઉપયોગ એક સારા પૂણ્યના કામ માટે થાય આ માટે અમારા પરિવારના સભ્યના મંતવ્ય લઈ કે આપણા જ ફળિયામાં નાનપણથી જ ચી-ચી કરતી ચકલી કે જેને ચણ આપો આપણા પરિવારનો એક સભામણી તેને યાદ કરવા માટે આ ‘ચકલઇીના માળા રૂપી કંકોત્રી’ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે જોઈએ તો કોઈપણ સામાન્ય એક કંકોત્રી બનાવડાવવાનો ખર્ચ 25થી 30 રૂપિયા થતો હોય છે. જ્યારે ‘ચકલીના માળા રૂપી કંકોત્રી’ બનાવવાનો ખર્ચ માત્ર 12થી 15 રૂપિયા જ થાય છે.
સામાન્ય રીતે જોઈએ તો અમારે કંકોત્રીની જરૂરિયાત 200 નંગની જ હતી તેમ છતાં અમે લોકોએ 500 નંગ કંકોત્રી બનાવી હતી. કે જે અંગે સગા સંબંધીઓના સારો પ્રત્યુતર મળતા અમે વિચારીએ છીએ કે બીજા લોકોને પણ આમાંથી કંઈક પ્રેરણા મળશે.