પુજારા ટેલીકોમમાં HOM ના સ્માર્ટ અને એલઈડી ટીવીનું વેચાણ શરૂ

32 અને 40માં સ્માર્ટ અને એલઈડી ટીવી ઉપલબ્ધ, ઈએમઆઈ ફેસેલિટી સાથે 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
રાજકોટ તા,13
ગુજરાતમાં મોબાઈલ વેચાણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા પુજારા ટેલીકોમ પ્રા.લી. દ્વારા એચઓએમના સ્માર્ટ તેમજ એલઈડી ટીવીનું વેચાણ શરૂ કરવામાં આવેલ છે. પુજારા ટેલીકોમ આ ટીવી મોબાઈલથી પણ સસ્તા ભાવમાં આપી રહ્યા છે. 40% સુધીના ડિસ્કાઉન્ટ સાથે 10990થી 20990 રૂપિયામાં 32 અને 40 ઈંચના સ્માર્ટ અને એલઈડી ટીવી ગ્રાહકો માટે ઉપલબ્ધ થયા છે.
મહત્વનું છે કે યોગેશભાઈ પુજારાનું પુજારા ટેલીકોમ સમગ્ર ગુજરાતમાં 48થી વધુ શાખાઓનું નેટવર્ક ધરાવે છે ત્યારે રાજકોટમાં સરદારનગર રોડ પર આવેલ પુજારા ટેલીકોમની મેઈન બ્રાંચ ખાતે એચઓએમ બ્રાંડના ટીવીનું શાનદાર લોન્ચિંગ કરવામાં આવેલુ. આ પ્રસંગે મેનેજિંગ ડાયરેકટર રાહિલ પુજારા, ડાયરેકટર મિતુલ કાછેલા, સીઈઓ ડો.વિશાલ ખાસગીવાલા, ડીરેકટર દીપક ભટ્ટી તેમજ સમસ્ત પુજારા ટેલીકોમ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે મેનેજીંગ ડાયરેકટર રાહિલ પુજારાએ જણાવ્યું હતું કે ‘આજની યુવા પેઢીને સ્માર્ટ ડિવાઈસીસનો નશો છે, ઈનટરનેટની ફાસ્ટ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાના ટ્રાન્જેકશન ઝડપથી પુરા કરવા છે. અમે મોબાઈલની કિંમતથી પણ સસ્તા સ્માર્ટ તેમજ એલઈડી ટીવી માર્કેટમાં લાવ્યા છીએ, ગ્રાહકો માટે પહેલા જ દિવસથી અમે સરળ ઈએમઆઈથી ટીવી ખરીદીની વ્યવસ્થા કરેલ છે જેથી દરેક વર્ગના લોકો અમારા આ ટીવીનો વપરાશ કરી શકે.
પુજારા ટેલીકોમના સીઈઓ ડો.વિશાલ ખાસગીવાલાએ જણાવ્યું હતું કે ‘નવી જનરેશનની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે આ ટીવીનું વેચાણ શરૂ કરેલ છે, આજકાલ દરેક વ્યક્તિના પોકેટમાં સ્માર્ટફોન જોવા મળે છે ત્યારે હોમના સ્માર્ટ ટીવીને આપ આપના સ્માગર્ટફોન સાથે કનેકટ કરી શકો છો તેમજ આ સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ ઓએસ સપોર્ટ કરતુ હોવાથી દરેક વ્યક્તિને સમજવામાં સરળ છે.
હોમના સ્માર્ટ ટીવી 32 અને 40 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે સાથે એન્ડ્રોઈડ ઓએસ સપોર્ટ કરે છે અને તેમાં 1 જીબીની રેમ તેમજ ઈનબિલ્ટ વાઈફાઈ ટેકનોલોજી આપેલ છે. જેની કિંમત 13490 અને 20990 રૂપિયા છે. એલઈડી ટીવીમાં પણ 32 અને 40 ઈંચની ડિસ્પ્લે સાઈઝમાં રૂપિયા 10990 અને 17990માં ઉપલબ્ધ થયા છે. બધા જ ટીવીમાં 1 વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી આપવામાં આવી રહી છે. તા.9મી માર્ચથી પુજારા ટેલીકોમની રાજકોટ ખાતેની સરદારનગર રોડ અને ગોંડલ રોડ તેમજ જામનગરમાં લીમડાલેન શાખા ખાતે વેચાણ શરુ કરેલ છે. ટૂંક સમયમાં દરેક બ્રાંચ હોમ ટીવી ઉપલબ્ધ થશે.