રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા 20મીએ હાસ્ય કાર્યક્રમનું આયોજન


રાજકોટ તા,13
રાજકોટ સીટી વૂમન્સ કલબનો બીજો કાર્યક્રમ તા.20ને મંગળવારે બપોરે 3:30 કલાકે હેમુગઢવી હોલ ખાતે ખુબજ જૂનાગઢના હાસ્યના બેતાજ બાદશાહ એવા રસીકભાઈ બગથરિયા બે કલાક સુધી બહેનોને પેટ પકડી હસાવશે.
લોક ગીતોના સુપ્રસિધ્ધ વિમલભાઈ મહેતા લોકગીતોની રમઝટ બોલાવશે. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે, રાજકોટ સીટી વૂમન્સ કલબના ઉત્સાહી બહેનો માટે તેમના મનગમતા કાર્યક્રમ આપવામાં આવે છે. રાજકોટ સીટી વૂમન્સ કલબમાં કલબમાં વધારે યંગસ્ટાર તેમજ એજ્યુકેશન બહેનો ડો.થી માંડી અનેકવિધ ક્ષેત્રે આગળ છે તેવા બહેનો આ કલબમાં જોડાયા છે. કલબમાં 7માંથી વધારે બહેનો સભ્ય બની ચૂકયા છે. વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા ઉપપ્રમુખ મીનાબેન વસા સેક્રેટરી ઈન્દિરાબેન ઉદાણી, વાઈસ ચેરમેન જીજ્ઞા વખતરીયા, જોઈન્ટ સેક્રેટરી દર્શના મહેતા, એડવાઈઝર નીતા મહેતા, દીનાબેન મોદી, અલ્કાબેન ગોસાઈ તથા કમિટી મેમ્બર્સ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
એપ્રિલનો ચોથો કાર્યક્રમ પારસ હોલ ખાતે તા.14-4ના શનિવારે કુકીંગ શો સભ્ય બહેનો માટે ઈ.ટીવીની મહારાણી હીના ગૌતમ અમદાવાદથી ખાસ અવનવી વાનગીનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવા માટે રાજકોટ આવશે. જેથી કરી બહેનો શુધ્ધ વાનગી ઘરે બનાવી શકે. વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતાના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલુ પ્રતિનિધિ મંડળ