સ્વ. સરદારસિંહ પરમારની 17મી પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ કરાશે

રાજકોટ,તા.13
સ્વ. સરદારસિંહજી પરમારની 17મી પુણ્યતિથીએ ભાવાંજલી અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
કાર્યક્રમની માહિતી મુજબ સ્વ. સરદાર સિંહજી માવસિંહજી પરમારની પુણ્યતિથી નિમીતે તા.15ને ગુરૂવારે મોજીદડ (તા. ચુડા. જિ. સુરેન્દ્રનગર) ખાતે વિવિધ કાર્યક્રમો જેમાં સ્વ. સરદારસિંહજીને શ્રદ્ધાંજલિ માતા ગંગાબા માતૃશ્રી ગંગાબા પ્રવેશદ્વારનું લોકાપર્ણ, રાત્રે 8 કલાકે લોક ડાયરો યોજાશે. આયોજનને સફળ બનાવવા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, બેડીપરા કારડીયા રાજપૂત સમાજ, નડોદ રાજપૂત સમાજ રાજકોટ, ગુર્જર રાજપૂત સમાજ રાજકોટ, મારૂ રાજપૂત સમાજ રાજકોટ, રામનાથપરા કા.રા. સમાજ, રાજપૂતપરા કા.રા. સમાજ, સમસ્ત કા.રા. સમાજ, કા.રા.કર્મચારી મંડળ અને ભવાની યુવા ગ્રૃપ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા. ચંદુભા પરમાર, હિતુભા ડોડિયા, ભુપતસિંહ જાદવ, બલદેવસિંહ સિંધવ, રણજીતસિંહ ડાયમા, મૌલિકસિંહ વાઢેર, દિપસિંહ પરમાર, યુવરાજસિંહ ડોડિયા, યોગીરાજસિંહ તલારીયા, પ્રદિપસિંહ પરમાર, અજીતસિંહ પરમાર, અશોકસિંહ પરમાર, વનરાજસિંહ પરમાર, ચંદ્રસિંહ ડોડીયા બલદેવસિંહ ડોડિયા માલદેવસિંહ ભટ્ટી અને ભરતસિંહ ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો
(તસવીર:દિવ્યરાજસિંહ સરવૈયા)