ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સ્ટુડન્ટ એસોસીએશનના નવા હોદેદારોની નિમણુંક


રાજકોટ, 13
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સ્ટુડન્ટ એસોસીએશનના વર્ષ 2018-19 માટેના નવા હોદેદારોની નિમણુંક માટેનો સમારોહ યોજાયો હતો. જેમાં ભાવીન મહેતા- ચેરમેન, વિશાલ રાચ્છ-એકસ ઓફીસીઓ મેમ્બર, કૌશલ ભુપતા- વાઈસ ચેરમેન, તબસ્સુમ ભારમલ-સેક્રેટરી તથા ક્રીટા ભીમાણી- ટ્રેઝરર તરીકે ચુંટાયા છે. જયારે વત્સલ કામદાર, ઉદય ચાવડા, ભાર્ગવ માકર, ભાવીક અવલાણી, નમ્રતા ભાટેલીયા, નિધિ ગણાત્રા, ભૂમિ જોશી, માનસી લાઠીયા અને શિવાની કણસાગરા કમીટી મેમ્બર્સ તરીકે રહ્યા છે.