આંકડાશાસ્ત્ર ભવનમાં કોમ્પ્યુટેશનલ સ્ટેટ વિશે સેમીનાર યોજાયો

 
આંકડાશાસ્ત્રભવનમાં કોમ્પ્યુટેશનલ આકડા અને ડેટા એનાલિટિકસ વિષય ઉપર આઈ.કયુ.એ.સી. અને આંકડાશાસ્ત્ર ભવન દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી ડેલીગેટ્સ આવ્યા હતા. કીનોટ સ્પીકર તરીકે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડો.એમ.એન.પટેલ, આણંદ એગ્રીકલચર યુનિવર્સિટી ડો.ડી.આર. કથીરીયા, નવસારી એગ્રીકલચર યુનિવર્સિટીના ડો.બી.એલ. રાદડીયા, ક્ધસલ્ટીંગ ગ્રુપ સુરત માંથી ડો.એમ.વી. સવસાણી તેમજ આત્મીય ઈન્સ્ટીટયુટમાંથી ડો.પી.સી. શુકલા હાજરી આપી હતી. આંકડાશાસ્ત્ર ભવનના વડા ડો.જી.સી.ભીમાણી, ડો.કે.એચ. આટકોટીયા, ડો.અન્નાસાહેબ સૂર્યવંશી, ફેનલ કચ્છી, દિશા રાંક, નોન ટીચીંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.
શરુઆતમાં ભવનના પ્રો.કે.એચ. આટકોટીયાએ મહેમાનોનો કોન્ફરન્સની ઉપયોગીતા અને તેના હેતુ અંગે જાણકારી આપતા નવા સંશોધકોને કેવી રીતે ઉપયોગી થઇ શકે તે અંગે જાણકારી આપી ભવનના અધ્યક્ષ અને વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન આઈ.કયુ.એ.સી.ના નિયામક ડો.ગીરીશ ભીમાણીએ ટેકનોલોજીના યુગમાં ડેટા માઈનીંગ અને ડેટા એનાલીસીસની ઉપયોગીતા કેવી રીતે થય શકે તેમજ વર્તમાન પરિસ્થિતિમાં જે લોકો સમયબધ્ધ આયોજન સાથે કામ કરે તેઓને કયારેય પણ મુશ્કેલી ન આવે તેમ જણાવી કાર્યક્રમને શુભેચ્છા આપી.
આ કોન્ફરન્સ ડો.એમ.એન.પટેલે ડેટા એનાલીસીસ અને તેની ઉપયોગીતા ઉપર વિસ્તૃત જાણકારી આપેલ. કૃષિ યુનિવર્સીટી નવસારીના આઈ.ટી. વિભાગના ડાયરેકટર ડો.બી.એલ. રાદડીયા એ ડેટા સ્ટ્રકચર, ડેટા માઈનીંગ અને વિવિધ પ્રકારના ડેટાની ઉપયોગીતા અંગે વિસ્તૃત છણાવટ કરેલ. જયારે એસ.આર. ક્ધસલ્ટીંગ ગ્રુપ સુરતથી આવેલ ડો.મયુર સવસાણીએ કોન્ફરન્સમાં હાજર રહેલ તમામને ડેટા સાયન્સના એનાલીસીસ માટે વપરાતા વિવિધ એનાલીટીકલ મેથડનો ઉપયોગ કોમ્પ્યુટરના સોફટવેરની મદદથી કઇ રીતે કરી શકાય તેની જાણકારી આપેલ અને વિવિધ પ્રકારના સોફટવેર દ્વારા ડેટાઓનું એનાલીસીસ કેવી રીતે થાય તેની જાણકારી પોતાના વ્યકતવ્યમાં આપેલ. આત્મીય ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટમાંથી તજજ્ઞ તરીકે આવેલ ડો.પરાગ શુકલાએ કોમ્પુટેશનલ સ્ટેટસ્ટીકસ અને ડેટા એનાલીટીકસ ઉપર થયેલા નવા સંશોધનો વિશે માહિતગાર કરેલ. સમગ્ર કાયૃક્રમનું સફળ સંચાહલન ભવનના પ્રા.દિશા રાંકે કરેલ જયારે આભાર વિધિ પ્રા.ફેનલ કચ્છીએ કરી હતી.