બજરંગ મિત્ર મંડળ દ્વારા નિદાન સારવાર કેમ્પ યોજાયો


રાજકોટ,તા.13
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શરીરના અન્ય સાંધાના દુખાવા માટે નિદાન કેમ્પ યોજાયો હતો. નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ ઇશ્ર્વરભાઇ ખખ્ખરના હસ્તે થયો હતો જેમાં અતિથી વિશેષ તરીકે જે.ડી.ઉપાધ્યાય, પ્રવિણભાઇ ભટ્ટ, ભાવનાબેન મેતા, પ્રીયવદનભાઇ કક્કડ, લક્ષ્મીદાસભાઇ ચૌહાણ, ભોલા મહારાજ હાજર રહ્યા હતા આ કેમ્પનો કુલ 70 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પને સફળ બનાવવા પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી. કારિઆ, જીતુભાઇ દામાણી, મનુભાઇ ટાંક, બી.એલ. મેહતા, ધેર્ય રાજદેવ, ભરતભાઇ નિરંજની વિગેરેએ જહેમત ઉઠાવી હતી.