72 દિવ્યાંગોને સાધન સહાય અર્પણ


રાજકોટ તા,13
સર્વ શિક્ષા અભિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 72 દિવ્યાંગ વિદ્યાર્થીને અસેસમેન્ટ કેમ્પ બાદ આજ સાધના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંભળવાની ક્ષતિના 9, અસ્થિવિષયક ખામી 41, સેરેબલ પાલ્સી 7, આંખની ખામી 15 સહિત કુલ 72 દિવ્યાંગોને લાભ મળેલ હતો. જેમાં કેલીપર્સ, વ્હિલચેર, વોકર, સીપી ચેર, સ્માર્ટફોન, બ્રેઈન કીટ, બ્રેઈલ સ્ટીક તેમજ એકયુપ્રેસર કીટ જેવા સાધનો મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરાયા હતા.
કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, નગર પ્રા.શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કમિશનર બંછાનિધિ પાની, એસીપી હર્ષદ મહેતા, ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ પરેશભાઈ ગજેરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઈ શેઠ, શિક્ષણ સમિતિના સભ્યો મુકેશભાઈ મહેતા, કિરણબેન માકડિયા, સંજયભાઈ હિરાણી, શાસનાધિકારી ડી.બી.પંડ્યા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
પ્રારંભે સ્વાગત પ્રવચનમાં નગર પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ કે દ્રષ્ટિની ખામીવાળા બાળકોને સ્માર્ટ ફોન અપાતા તેની મુશ્કેલીમાં રાહત થશે. આ પ્રસંગે ધો.10/12ની બોર્ડની પરિક્ષા માટે બધા વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ શિક્ષણ સમિતિની શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમ સંચાલન જુહીબેન માકડ તથા આભારવીધી શાસનાધિકારી ડી.બી.પંડ્યાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો તથા વાલી શિક્ષણ સમિતિના આચાર્યઓ, સીઆરસી, યુઆરસી, શિક્ષણ સમિતિનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.