રવિવારે નિ:શુલ્ક એક્યુપ્રેશર તથા સુજોક થેરેપી સારવાર


રાજકોટ,તા.13
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં હરીવંદના ફીઝીયોથેરાપી કોલેજના સહયોગથી રવિવારને તા.18ના સવારે 8:30 થી 12:30 સુધી નિ:શુલ્ક નિદાન -સારવાર કેમ્પનું આયોજન કરેલું છે. જેમાં શરીરના દુખાવાઓ જેવાકે ગોઠણ હાથ પગના સાંધા, કમર દર્દ પીઠદર્દ, ગરદન, પગની પેની, ખભાના, દુખાવાનું અને હાડકાના દર્દોનું નિષ્ણાત ફીઝીયોથેરાપીસ્ટ દ્વારા સચોટ નિદાન થશે અને તેને માટે અત્યાધુનિક સાધનો અને કસરત દ્વારા સારવાર આપવામાં આવશે.