350 જરૂરીયાત પરિવારોને મસાલા અને વસ્ત્રોનુ વિતરણ


રાજકોટ, 13
માનવ કલ્યાણ ટ્રસ્ટ (બેંક ઓફ ઈન્ડીયા રિટાયર્ડ એમ્પ્લોઈઝ એસોસીએશનની સેવાકીય પાંખ) અને રોઝરી સ્કુલ રાજકોટના સંયુકત ઉપક્રમે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. 350 જરૂરતમંદ પરિવારોને મસાલા આઈટેમ્સનું વિતરણ કરાયુ હતું. લાલ મરચું, હળદર, ધાણાજીરૂ અને તેલ સહીતની સામગ્રી આપવામાં આવી હતી. તદુપરાંત વસ્ત્રોનું વિતરણ પણ કરાયુ હતુ.
કાર્યક્રમની સફળતા માટે રોઝરી સ્કુલના મેનેજીંગ ટ્રસ્યી ડો.વિશાલભાઈ વારીયા દ્વારા પ્રેરીત ઉત્સાહી વિદ્યાર્થીઓ તથા તેમના ટીમ લીડર પ્રતિકભાઈ સંચાણીયા, કૌશલભાઈ દોશી, હેમાંગીબેન માઢક અને રિદ્ધિબેન પટેલે જહેમત ઉઠાવી હતી.