ગીતા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના કાર્ડ મેળવવા અંગે


રાજકોટ,તા.13
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજી. ચેરીટેબલ ટ્રસ્ટ-એનજીઓ) દ્વારા ઇ.સ.1973થી સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશ વિતરણ કેન્દ્રના 46માં વર્ષનો રામનવમીએ પ્રારંભ થશે. પ્રતિદિન 300 પરિવારો (1500 વ્યક્તિઓ)ને નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે વિના મૂલ્યે પરીવાર દીઠ સવા લીટર છાશનું વિતરણ થાય છે. છાશ વિતરણનો સમય સવારે 7 થી 8 નો રાખવામાં આવે છે. છાશનું કાર્ડ મેળવવા માટે જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.