જનતા કી જુબાન । જળસંકટથી મુકત થવા નદીઓને વહેતી કરો-પશુવધ અટકાવવો જરૂરી


રાજકોટ,તા.13
આપણાં મહાન દેશનો ઇતિહાસ જે અભ્યાસી વર્ગ જાણતો હશે તેમને ખબર હશે કે વિદેશી આદર્શનું શિક્ષણ લેનારા ઇજનેરોની નજર નદીઓ ઉપર પડી ન હતી ત્યાં સુધી આ મહાન ભારત દેશમાં કયારેય પાણીના દુષ્કાળ પડ્યા નથી. ક્યારેક અનાજના દુષ્કાળ પડતા પરંતુ પાણીના નહી. સમગ્ર વિશ્ર્વમાં નથી તેવા હજારો નદી નાળા અને લાખો ઝરણાની અમૂલ્ય ભેટ આપણને વારસમાં મળી છે. કમનસીબે અંગ્રેજોની અનાર્ય સંસ્કૃતિથી વિકૃત શિક્ષણ પદ્ધતિને કારણે આપણાં જ સંતાનોએ નદીઓ સાથે ચેડા કર્યા અને કુદરત વિરૂદ્ધ ગંભીર નુકસાન કરનારી મોટા બંધોની યોજના અમલમાં મૂકી. પરીણામે નદીઓમાં બારે માસ વહેતા પાણી આપણે ગુમાવી બેઠા. સુપ્રસિદ્ધ લેખક અને ચિંતક સ્વ. વેણીશંકર મુરારજી વાસુએ આશરે 60 વર્ષ પહેલા કુદરત વિરૂદ્ધની સરકારી યોજનાઓ સામે પ્રચંડ વિરોધ કર્યો હતો અને લેખો દ્વારા ગંભીર ચેતવણીઓ આપી હતી. પરિણામે એ આવ્યું કે છતે પાણીએ માનવો અને માનવેતર જગત પાણી માટે વખલા મારી રહ્યા છે. સ્વ. વાસુએ પશુધન, જળ, જમીન અને જંગલોની કડક રક્ષા કરવા ઘણું લખ્યું છે.
જો ફરીથી પાણીનો સુકાળ જોવો હોય તો નદીઓને 15થી20 ફુટ ઉંદી ખોદવી પડે. નદી કાંઠા ચરીયાણ, ઝાડપાનથી, સુદ્રઢ કરવા પડે. 60 વર્ષ પહેલા ફ્રાન્સમાં આવેલી રહાઇન નદીને ઉંડી ખોદી કાઢવામાં આવી હતી.
જર્મનીમાં કારખાનાનો ઉપદ્રવ વધી જતા વાતાવરણ પાણી પ્રદુષિત થયા હતો એસીડનો વરસાદ પડતા બવેરીયાનું જંગલ 25% ખાખ થઇ ગયું હતું. ત્યાર પછી અનેક કારખાનાઓ બંધ કર્યા હતા અને નવા કારખાના અટકાવી દીધા હતા. અંગ્રેજોના વારૃાને બધાજ ક્ષેત્રોમાંથી ઉખેડીને ફ્ેંકી દેવાનું ડહાપણ કે હોશિયારી જ્યાં સુધી સરકારી તંત્રમાં નહી આવે ત્યાં સુધી પ્રજા અને પ્રાણી જગતને સુખચેન મળવા સંભવ નથી.(સુમનલાલ કામદાર-રાજકોટ)