પૂ.ધીરગુરુ પ્રેરિત સમુહ વરસીતપના અતરવાયણાનું આયોજન


જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ.શ્રી ધીરગુરુદેવની પ્રેરણાથી સમૂહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં 200 જેટલા તપસ્વીઓ જોડાયા છે. જેઓના પ્રતિ મહિને સંઘ-દાતાઓના સૌજન્યથી સમૂહ અતરવારણા યોજાઈ રહેલ છે. જેમાં શ્રી સ્થા. જૈન મોટા સંઘ, શ્રીભક્તિનગર સંઘ હ.ડો. ચંદ્રા અને ડો.મહેન્દ્ર વારીઆ, ડો.ભરતભાઇ મહેતા પરીવાર પ્રેરીત મહાવીરનગર સંઘમાં અને રંજના જયંત કામદાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં શ્રી જંકશન પ્લોટ સંઘ પ્રેરિત શ્રીમતી અરૂણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા.18/3ને રવિવારે સવારે 10 થી 11 કલાકે તપસ્વીઓના જાપ પ્રયાગ-સી, ફલેટનંબર સી/2, બીજા માળે રાખેલ છે. જાપ બાદ 11:30 કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે. દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવો જરૂરી છે. વધુ વિગત માટે ક્ધવીનર જયશ્રીબેન શાહ મો. 99792 32357 નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે.