પી.વી ખેરા મેડીકલ સેન્ટરમાં સપ્તાહ દરમિયાન વિવિધ રોગની રાહતદરે સારવાર


રાજકોટ તા.13
પી.બી.ખેરા મેડીકલ સેન્ટર ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ડાયાબીટીક તપાસ તથા ડેન્ટલ કલીનીક ઓર્થોપેડીક કલીનીક આર્થરાઈટીસ કલીનીક કાન-નાક-ગળા કલીનીક તથા જનરલ ઓ.પી.ડી ફીઝીયોથેરાપી સેન્ટર તેમજ જીમ રાહતદર થી સોમવાર થી શનિવારે સવારે 9-00 થી 1-00 તથા સાંજે 3-00 થી 7-00 કલાક દરમિયાન પી.બી.ખેરા મેડીકલ સેન્ટર, મેટ્રો પ્લાઝા પાછળ, જલારામ મંદીર સામે, ભીલવાસ ખાતે કાર્યરત છે તેમ યાદીમાં જણાવાયુ છે.