જીવરાજ પાર્કમાં પટેલ પ્રૌઢાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યુંરાજકોટ તા,13
શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર જીવરાજ પાર્કમાં પટેલ પ્રૌઢાએ પગના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ જીવરાજપાર્કમાં હેરીટેજ એપાર્ટમેન્ટ બ્લોક નં.201માં રહેતા શારદાબેન વલ્લભભાઇ કરડાણીયા(ઉ.વ.50) નામના પટેલ પ્રૌઢાએ ગઇ કાલે રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.વી. ખાભલાએ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી છે.
મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર છે. પતિ કારખાનામાં કામ કરે છે તથા પગના દુખાવાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.