પરિણીતાને ભરણપોષણ તથા ઘરભાડાના ખર્ચની રકમ ચૂકવવા પતિને કોર્ટનો હુકમ

રાજકોટ તા,13
રાજકોટમાં રહેતા એકતા અહલુવાલીયાને તેના પતિ રાજા જસબીરસિંગ અહલુવાલીયા સામે ધ પ્રોટેકશન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ અન્વયે રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ.
ફરિયાદની વિગત મુજબ બંને પ્રેમલગ્ન કર્યા હતા. પોશ એરિયામાં શિવરંજની સોસાયટી, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હતા.
લગ્ન બાદ સાસુ સસરા, નણંદ અને પતિના ત્રાસને કારણે તેમજ દહેજ બાબતની ડિમાન્ડ શરૂ થઈ ગયેલ, અરજદારને પરાણે નોકરી કરાવવામાં આવતી તેમજ સાથે સાથે ઘરકામમાં પણ તેણી પાસે ઢસરડો કરાવવામાં આવતો. તેણી જે જગ્યાએ નોકરી કરતા હતા તે બિલ્ડિંગમાં આગ લાગવાથી તેણીને ત્રીજા માળેથી જીવ બચાવવા માટે કુદવુ પડેલ, જેને કારણે તેમને મલ્ટીપલ ઈજાઓ અને ફ્રેકચર થયેલ. પરંતુ સાસરિયા દ્વારા તેણીની યોગ્ય સારવાર કરવામાં નહીં આવતા પરિણિતાના િ5તા તેણીને સારવાર માટે રાજકોટ લઈ આવેલ.
પરિણિતાએ ડોમેસ્ટીક વાયોલન્સ એકટના પ્રબંધો અનુસાર તેણીની સાથે લગ્નજીવન દરમિયાન થયેલ ડોમેસ્ટીક વાયોલન્સ દાખલ કરેલ. જે ફરિયાદ સૌ પ્રથમ પ્રોટેકશન ઓફિસરને રીફર કરવામાં આવેલ અને પ્રોટેકશન ઓફિસરને રીફર કરવામાં આવેલ અને પ્રોટેકશન ઓફિસર દ્વારા ફરિયાદને સમર્થન પ્રાપ્ત થાય તેવી વિગતોવાળો રીપોર્ટ રજુ કરેલ. જેથી કોર્ટે બંને પક્ષકારોને સાંભળી ફરિયાદની વિગતો ચકાસી ફરિયાદ મુજબની વિગતો પુરવાર થતી હોય, તેવું જણાતા આદેશ કરેલ છે કે, સામાવાળ તથા તેના માતાપિતાએ અરજદાર સાથે કૌટુંબિક હિંસાનું કાર્ય જાતે કે કોના મારફત કરવું કરાવવું નહીં, બળપ્રયોગ કરવો નહીં અને સામાવાળએ માસીક ભરણપોષણ પેટે રૂા.5,000 તથા ઘરભાડુ રૂા.5000 દર માસે અરજદારને ચુકવવું તેવો આદેશ કરેલ છે.
આ કામમાં અરજદાર વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર.સોંદરવા રોકાયા હતા. ભરણપોષણ માટે રૂા.5000 અને ઘરભાડાના રૂા.5000 ચૂકવવા આદેશ