ઓનલાઈન આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા શહેર કોંગ્રેસની અપીલ

રાજકોટ તા,13
રાજકોટમાં વસતા તમામ ગરીબ વિદ્યાર્થીઓ જુન 2018માં તેમના પ વર્ષ પૂર્ણ થઇને 6 વર્ષમાં પ્રવેશ સાથે ધો.1માં પ્રવેશ કરતા હોય તેના માટે ભારત સરકારના 2009ના અધીનીયમ અનુસાર દરેક ગરીબ અને પછાત વર્ગના બાળકોને મફત શીક્ષણનો જેહક આપવામાં આવ્યો છે તેના ફોર્મ ઓનલાઈન ગુજરાત સરકારની વેબસાઈટ ...... સાઈબર કાફેમાં આજથી તા.12/3/2018ના રોજ શરૂ થઇ રહી છે. જેમાં આપના વિસ્તારમાં 6 કી.મી. સુધીની કોઇ પણ સ્કૂલમાં આપના બાળકને ભણાવી શકો છે વર્ગખંડની સંખ્યાના 25% એટલે કે એક વર્ગમાં 20 વિદ્યાર્થી હોય તો પ વિદ્યાર્થી આઈટીઈમાં સરકાર ભણાવશે. જેની કેટેગરી સર્વ પ્રથમ એસસી, એસટી, ઓબીસી હેન્ડીકેપ, નીરાધાર, વિધવા બહેનોના બાળકોને પ્રથમ ડ્રોમાં સીલેકટ કરવામાં આવશે.
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને આગ્રહ કરવામાં આવે છે કે સાઈબર કાફેમાં જઇ આપના બાળકનું ફોર્મ તાત્કાલ ભરવું જેથી કોઇ ગરીબ પછાત કે હોશીયાર વિદ્યાર્થી શીક્ષણથી વંચીત ના રહે. શૈક્ષણીક વર્ષ 2018-19 ની ફોમની જરૂરી ડોકયુમેન્ટ અને વાર્ષિક આવક મર્યાદા એસસી, એસટી માટે 2 લાખ ઓબીસી માટે 1 લાખ જનરલ માટે 68000 આવક મર્યાદા હોવી જોઇએ.
વધુ માહીતી કે કોઇપણ પ્રકારની હેલ્પ માટે શહેર કોંગ્રેસના આગેવાનો રણજીત મુંધવા, ઈન્દુભા રાઓલ, ગોપાલ અનડકટ, ભાવેશ પટેલ, માણસુર વાળા, યુનુસ જુણેજા, રમેશ તલાટીયા, હેમત વિરડા, સુરેસ સીતાપરા, યોગેશભાઇ મો. 93741 24335, 98250 86277, 800000300 પર માહિતી મેળવી શકાશે.