રૂા.46.15 લાખનો મુદ્ામાલ નિયત સ્થળે ન પહોંચાડી વિશ્ર્વાસઘાત કરનારા ચાર આરોપીઓ જામીન મુકતરાજકોટ તા,13
મેંગલોરરથી સાઉથ ઈન્ડીયા ટ્રાન્સપોર્ટનો સોપારીનો મુદામાલ રકમ રૂા.46,15,491/- નિયત સ્થળ પહોંચાડવાના બદલે મુદામાલ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરવાના ગુન્હામાં આરોપીઓને રેગ્યુલર જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદીના સાઉથ ઈન્ડીયા ટ્રાન્સપોર્ટનો માલ જેમાં સોપારી કુલ બોરી નંગ 308 તથા મરી કુલ બોરી નંગ-10 જેનો કુલ વજન-21 ટન હોય જેની કુલ કિ. રૂા. 46,15,491/-ની ડીલીવરી વિજયાલક્ષ્મી રોડલાઈન્સ મારફત મેગલોરથી ગુજરાત માટે જીજે08 ડબલ્યુ, 1866 નંબરની ગાડીમાં મોકલેલો જે માલ ભરેલ ગાડી આરોપી તા.27/1/18ના રોજ મેંગલોરથી રવાના થયેલા જે માલ સુરત તથા રાજકોટ પહોંચાડવા સોંપેલો હોય જે માલ નહીં પહોંચાડી આરોપીઓ તથા તપાસમાં નીકળે તે તમામે સાથે મળી કુલ કિ. રૂા.46,15,491/-નો મુદામાલ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરી ગુન્હો કરેલો હોય તેવી ફરીયાદએ તા.25/2/18ના રોજ આપેલી હતી. જેના અનુસંધાને ડી.સી.બી. પોલીસે ગુન્હો નોંધી ચાર આરોપીઓની તા.3/3/2018 ના રોજ અટક કરવામાં આવેલ હતી જેમાં માધુભાઇ મહાદેવલાલ જોશી (રહે. રાધનપુર), જગદીશભાઇ ભારાભાઇ રાઠોડ (રહે. રાજકોટ), મહમદ ઉર્ફે મજીદ ઈસ્માઈલભાઇ સુમરા (રહે: ભુજ), મુસાભાઇ ફુલમામદ સમા (રે. મુ. જુણા તા. જી. ભુજ) વાળાઓની ફરીયાદીમાં દર્શાવેલ મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી. જે ચાલી જતા ચીફ જયુ. મેજી. ઈ.એમ.શેખે આરોપીઓ તરફે થયેલી દલીલો ધ્યાને લઇ આરોપીઓને શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામમાં આરોપીઓવતી એડવોકેટ બાલાભાઇ એન. સેફાતરા તથા જીતેન્દ્રસિંહ પરમાર, કિશન બી. વાલ્વા રોકાયેલ હતા.