રવિવારે જુલેલાલ મંદિરે ચેટીચાંદની ઉજવણી કરાશેરાજકોટ તા.13
જુલેલાલ જન્મોત્સવ (ચેટીચાંદ) નિમિત્તે આગામી રવિવારે નવા નાકા રોડ સિંધી કાપડ બજાર એસોસિએશન દ્વારા જુલેલાલ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સિંધી એસો. ગુજરાત મિરરની મુલાકાતે આવ્યા હતા.
સિંધી લોકોના નવા વર્ષ તરીકે ઉજવાતો તહેવાર ચેટીચાંદ નિમિત્તે સિંધી કાપડ એસો. દ્વારા નવા નાકા રોડ જુલેલાલ મંદિરે સવારથી સાંજ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સવારે 8.30 કલાકે ધ્વજારોહણ ત્યારબાદ ભદેરાણાસાહેબ, રકતદાન કેમ્પ, બપોરે કેક કટીંગ સેરમની, લંગર પ્રસાદ, સાંજે શોભાયાત્રાનું આયોજન કરાયું છે અને નવા વર્ષની એકબીજા નયે સાલ જ્યુ કરોડ કરોડ વાાયુ પાઠવશે અને લોકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે સિંધી કાપડ એસો.ના અમરલાલ પારાવાણી, જવાહરલાલ માટા, ગુલચંદ જાગનાણી, અનિલભાઇ જાગનાણી, પરેશભાઇ કારીયા, જીતુભાઇ જેસાણી, કુમારભાઇ દેવનાણી, પ્રકાશભાઇ જેસાણી, નિરંજનભાઇ જાગનાણી, દિનેશભાઇ પાટવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા સિંધી કાપડ બજાર એસોસિએશનના કાર્યકર્તાઓ.