વોર્ડ નં.13માં સ્વામિનારાયણ ચોક રીનોવેશનની કામગીરીથી પ્રજા ત્રાહિમામરાજકોટ તા,13
રાજકોટ શહેરના વોર્ડ નં.13નાં કૃષ્ણનગર મેઈન રોડ પરના સ્વામિનારાયણ ચોક પરનાં ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલ લાવવા માટે વોર્ડ નં.13નાં કોર્પોરેટર જયાબેન ડાંગર તથા હરિભાઈ ડાંગર દ્વારા આજથી 1 વર્ષ પહેલા રજૂઆત કરવામાં આવેલી, આ રજૂઆત માન્ય રાખી રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી. ત્યારથી આજ સુધીમાં ધીમી ગતિએ કામગીરી ચાલુ રહેતા ટ્રાફિકની સમસ્યા અને ઉનાળાની શરૂઆતમાં લોકો ત્યાં ફૂવારાનો આનંદ માણવા આવતા હોય છે. હાલમાં ફૂવારા બંધ છે, અંદરના ભાગમાં બેસવા માટેના બાકળા મુકવામાં આવેલ તે પણ દુર કરી નાખવામાં આવેલ, સર્કલના અંદરના ભાગમાં છેલ્લા 6 માસથી ખોદવામાં આવેલ હાલ સુધી કોઇપણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી, સર્કલ ફરતે રૂપ રંગ કરી કલરની કામગીરી પણ કરવામાં આવેલ નથી, ફુવારાની નોઝલ પણ બદલાવવામાં આવી નથી, સર્કલની ફરતી બાજુ બેસવા માટેની જગ્યા પણ રાખવામાં આવેલ નથી. આજથી 1995ની સાલમાં કોર્પોરેટર તરીકે પ્રથમ વખત ચુંટાઈને આવેલા હરિવાલા ડાંગરે જે ઈ.સ.1995ની સાલમાં જે સ્વામિનારાયણ ચોક અને સર્કલને તેમના કાર્યકાળ દરમ્યાન પ્રથમ વાર બનાવવામાં આવેલ હતું. સબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા કોન્ટ્રકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવ્યો નથી. વિસ્તારવાસીઓ દ્વારા અવાર નવાર ફરિયાદના કારણે જે પી.પી.પી.નાં ધોરણે સર્કલ ડેવલોપ કરવા માટે જે સંસ્થાને આપવામાં આવેલ હોય તાત્કાલિકનાં ધોરણે કામગીરી પૂર્ણ કરી સર્કલને તૈયાર કરી પબ્લિક વચ્ચે મુકવા વોર્ડ નં.13ના કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગરે મ્યુ.કમિશનરને રજૂઆત કરાઈ છે.