રાજકોટ હાલમાં મચ્છર સીટી બની ગયું છે- વશરામ સાગઠીયા


રાજકોટ તા,13
રાજકોટ મહાનગર પાલીકાએ સ્માર્ટસીટી બનાવવા તરફ ભાજપના શાસકો અને અધિકારીઓ કાગળ ઉપર લઇ જવા જઇ રહ્યા છે. ત્યારે રાજકોટ સ્માર્ટ સીટી તો નહી બને પરંતુ હાલ મચ્છર સિટી માંથી રાજકોટની પ્રજાને છુટકારો અપાવી પછી સ્માર્ટસિટીના સપના દેખાડવા જોઇએ. આખુ રાજકોટ જાણે મચ્છરો થી ઘેરાયેલુ છ. ત્યારે રાજકોટની પ્રજાને મચ્છર મુકત બનાવવા વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ માંગ કરી છે.
સ્વછતા અભિયાનના નામે રાજકોટમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. રાજકોટમાં સ્વચ્છતાના નામે મીંડુ છે. દા.ત. આજે સવારે બોલાચાલી થઇ હતી અને સત્ય કહેતા તેઓ પણ ચાકી ઉઠ્યા હતાં આજી નદીમાંથી વેલ જલ્દીથી ઉપાડવી અને સામે કાંઠે ફોગીંગદ મશીનો ચાલુ કરવા અને જો આજથી ફોગીંગ મશીનો ચાલુ નહી થાય તો આવતીકાલે કોર્પોરેશનનો ઘેરાવ પણ થશે. આજી નદી એ વેલ નદી બની ગઇ છે. તેને જલદીથી સફાઇ કરાવવા તાકિદે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું છે.