મનપા સંચાલિત મહિલા વાંચનાલયના સમયમાં ફેરફાર

રાજકોટ તા,13
રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત મહિલા વાચનાલય, મહીલા એકટીવીટી સેન્ટર, નાનામવા સર્કલ ખાતે હાલ કાર્યરત મહીલા વાંચનાલયના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે હવે પછી મહીલા વાંચનાલયનો સમય સવારે 9 થી સાંજે 7:30 કલાક તથા બીજો ચોથો શનીવાર તથા રવિવારના સવારે 8 થી બપોરે 2 કલાક સુધીનો રહેશે જેનો લાભ લેવા વિદ્યાર્થી બહેનોને જણાવવામાં આવે છે. વિશેષમાં આ વાંચનાલયમાં 170 મેગેઝીનો તથા 18 જેવા વર્તમાનપત્રો તથા પ્રસિધ્ધ 535 પુસ્તકો વસાવવામાં આવેલ છે. જેનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.