સિવિલ હોસ્પિટલમાંથી દુષ્કર્મના આરોપીને ભગાડનાર શખ્સ ઝડપાયો

રાજકોટ તા.12
રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલ અને જેલ દરમિયાન સિવિલ હોસ્પિટલે રૂટિન મેડિકલ માટે આવ્યા બાદ જંગલેશ્વરના મિત્રની મદદથી ભાગી જવામાં સફળ રહેલ આસિફને પકડી પાડ્યા બાદ મદદરૂપ થનાર શખ્શને પ્રનગર પોલીસે દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના પ્રનગર પોલીસ સ્ટેશનમાં 20 જાન્યુઆરીના રોજ દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપી મિત્રની મદદથી નાસી છૂટ્યો હોય એ અંગે ફરિયાદ નોંધાઈ હતી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુન્હામાં સંડોવાયેલ જંગલેશ્વરનો આસિફ ઉર્ફે ગંધારાને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલે લઇ આવવામાં આવ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાણીના ટાંકા નજીક મિત્ર દિનેશ ઉર્ફે ટીનાને મળવા ગયો હતો અને ત્યાંથી ટીનાના એક્ટિવામાં બેસીને ભાગી ગયો હતો ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસો પૂર્વે આસિફને ઝડપી લીધો હતો અને તેને મદદરૂપ થનાર જંગલેશ્વરના દિનેશ ઉર્ફે ટીનાને પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી કાતરીયા સહિતના સ્ટાફે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી દિનેશ અગાઉ મારામારી તથા ઘરફોડ ચોરીના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.