સમૃદ્ધ જીવન કંપનીના સંચાલકો સામે નિવેદનો નોંધતી સીઆઇડી: જામનગરમાં અરજદારોએ હૈયાવરાળ ઠાલવી


રાજકોટ તા.13
રાજકોટ સહીત રાજ્યભરમાં સમૃદ્ધ જીવન પ્રાઇવેટ લિમિટેડ કંપની નામે ઓફિસો ખોલી એજન્ટો બનાવી ડબલ કરવાની અને ફિક્સ ડિપોઝીટ અંગે લોભામણી સ્કીમો આપી અનેક લોકોના પૈસા ખંખેરી લઇ નાસી છૂટેલા સંચાલકોને ઝડપી પાડવા સૌરાષ્ટ્રમાં સીઆઇડી દ્વારા તપાસ વેગવંતી બનાવાઈ છે ગઈકાલે રાજકોટમાં ભોગ બનનાર લોકોના નિવેદન નોંધ્યા બાદ આજે તપાસનીશ અધિકારી પીઆઇ કરજાણીયા સહિતનો સ્ટાફ જામનગર પહોંચ્યો છે ત્યાં અનેક લોકોના પૈસા ડૂબી ગયા હોય તેવા ભોગ બનનાર લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે દીકરીના લગ્ન માટે , બાળકોના ભણતર માટે કે આકસ્મિક બનાવમાં પૈસાની જરૂરિયાત ઉભી થાય તો તેમાં પહોંચી વળવા માટે લોકોએ પૈસા ભર્યા હતા અને સંચાલકો ફુલેકુ ફેરવીને જતા રહ્યા હોય તેવી લોકોએ હૈયાવરાળ ઠાલવી હતી.