સ્કુલ ફી બાબતે શાળા સંચાલક મંડળના પ્રમુખને ધમકી આપનાર વાલીની ધરપકડ

રાજકોટ તા.12
રાજકોટ સહીત રાજ્યભરમાં ફી અને હોલ ટિકિટનો પ્રશ્ન સળગી રહ્યો છે ત્યારે ફીના ઉઘરાણા મુદ્દે પાઠક સ્કૂલના સંચાલકને ધમકી આપવા અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખે સમજાવવા ફોન કરતા વાલીએ તેમને પણ ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટમાં પાઠક સ્કૂલના સંચાલક દિલીપભાઈને સપ્તાહ પૂર્વે તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા ધ્રુવના પિતા હરેશભાઇ નામના વાલીએ ફી મુદ્દે ગાળો ભાંડી ધમકી આપી હતી આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ આસ્થા રેસિડેન્સીમાં રહેતા હરેશભાઇ ખીમજીભાઈ ભાલાળા નામના વાલીને સમજાવવા માટે ફોન કરનાર બાલમુકુન્દ સોસાયટીમાં રહેતા અને ન્યુ એર સ્કૂલના સંચાલક શાળા સંચાલકના પ્રમુખ અજયભાઇ દયાળજીભાઈ પટેલે વાલી હરેશભાઈને ફોન કરીને આ અંગે સમજાવવા જતા પોતે લાજવાને બદલે ગાજ્યો હતો અને જેમ તેમ બોલી ગાળો ભાંડી હું જોઈ લઇસ તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ હરેશભાઈની સાથે કોઈ મહિલા પણ ફોનમાં બોલતી હોય આ બંને વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં
આવી હતી અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાઠક સ્કૂલના સંચાલક દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી હોય તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણઝારા સહિતના સ્ટાફે આરોપી હરેશ ભાલાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.