પ્રા.શિક્ષણ માતૃભાષા ફરજિયાત કરો: RSS

તમામ કામગીરીમાં અંગ્રેજીના બદલે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માગણી રાજકોટ તા,13
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુરમાં બેઠક યોજાઈ હતી. જેમાં ભારતના રાજ્યોની માતૃભાષા લુપ્ત થતી હોમ અન્ય ભાષાનું વચર્ર્સ્વ વધતા દેશના રાજ્યોની માતૃભાષાના સંરક્ષણ અને ઉપન્નતી માટે આઠ ઠરાવો કરવામાં આવ્યા છે તેમ રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા મુકેશભાઈ મુલકર, ડો.જીતેન્દ્ર અમાગાગી અને કિશોરભાઈ મુંગલપરાએ જણાવ્યું હતું.
આજ અનેક ભાષા અને લોકબોલી લુપ્ત થઈ ગઈ છે અને અનેક અન્ય લોકભાષાઓનું અસ્તિત્વ કટોકટીમાં છે. દેશના વિવિધ ભાષાઓ અને બોલીઓને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા જોઈએ.
સમગ્ર દેશમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અથવા કોઈપણ અન્ય ભારતીય ભાષામાં હોવું જોઈએ. માતા પિતાએ આ માટે તેમનું માનસ નિર્માણ કરવું જોઈએ અને સરકારે આ દિશામાં યોગ્ય નીતિઓ બનાવાની યોગ્ય જોગવાઈ કરવી.
ઉચ્ચતર શિક્ષણના સ્તર પર, તકનીકી અને તબીબી વિજ્ઞાન, શિક્ષણ, શાબ્દિક સામગ્રી અને તમામ શિક્ષકોની પરિક્ષાના વિકલ્પ સહિત ભારતીય ભાષાઓમાં સુલભ કરવું
જરૂરી છે.
નેશનલ લાયકાત અને પ્રવેશ પરિક્ષા (નીટ) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ભારતીય ભાષાઓમાં પરિક્ષાઓ શરૂ કરી છે. આ પહેલનું સ્વાગત છે. આ સિવાય આ વિકલ્પ અન્ય પ્રવેશકો અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ શરૂ કરી છે. આ પહેલનું સ્વાગત સ્વાગત છે. આ સિવાય, આ વિકલ્પ અન્ય પ્રવેશકો અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે હજુ સુધી ભારતીય ભાષાઓમાં સુલભનથી તેની જોગવાઈ કરવી જોઈએ.
તમામ સરકારી અને ન્યાયીક કાર્યમાં ભારતીય ભાષાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. આ સાથે, સરકારી અને ખાગી ક્ષેત્રોમાં નિમણૂકો, પ્રવર્ચન અને તમામ પ્રકારની કામગીરમાં અંગ્રેજી ભાષાની અગ્રતા વિના ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ.
સ્વયંસેવકો સહિત આખા સમાજને દૈનિક વ્યવહારમાં તેમના કુટુંબના જીવન અને માતૃભાષામાં વાતચીતની પસંદગી કરવી જોઈએ. સાહિત્યના સંગ્રહની અને આ ભાષાઓ અને બોલીઓનું વાંચન કરવાની પરંપરા વિકસાવવી જોઈએ. ઉપરાંત તેમના નાટકો, સંગીત, લોકકલા વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ.
પરંપરાગત રીતે ભારતમાં ભાષાઓ સમાજને જોડવાનો અર્થ છે. તેથી માતૃભાષા પ્રત્યે આત્મમાન જાળવી રાખતા બધાને અન્ય બધી ભાષાઓ પ્રત્યે આદર હોવો જોઈએ.
કેન્દ્ર અને રાજ્ય સરકારે બધી ભારતીય ભાષાઓ, બોલીઓ અને લીપીને બચાવવા અને વધારવા માટે અસરકારક પ્રયત્નો કરવા જોઈએ.
અખિલ ભારતીય પ્રતિનિધ સંઘ બહુવિધ જાણકારી મેળવવા માટે વિશ્ર્વની વિવિધ ભાષાઓ શીખવાની સમર્થક છે. જોકે, પ્રતનિધિ સભા ભારતજેવા બહુભાષીય દેશમાં આપણી સંસ્કૃતિ ભાષા તથા તમામ ભાષાઓના સંરક્ષણ અને ઉન્નતિને પરમ આવશકમાનીને તેના પ્રોત્સાહનને સચોટ રીતે ધ્યાનમાં રાખે છે અને પ્રયાસ કરવા તેમ અંતમાં જણાવ્યું હતું. તસવીર: પ્રવીણ સેદાણી